• Gujarati News
  • ઉરછલ ગામમાં ગૌર ાકો સામે મારામારીની પોલીસ ફરિયાદ

ઉરછલ ગામમાં ગૌર ાકો સામે મારામારીની પોલીસ ફરિયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢ ચેકપોસ્ટ પરથી મહારાષ્ટ્ર તરફ લઈ જવાતા ગામ ગૌવંશ એ ભેંસ ભરેલી કેટલીક ટ્રક અને ટેમ્પો ગત પખવાડીયામાં ગૌર ાકોએ ઝડપી લઈને પોલીસને સોંપ્યા હતાં. આ બનાવ બાદ ભૂંરાટા બનેલા આવા ગેરકાયદે ઢોર વહન કરવાની કામગીરી સાથે સંકળાયેલા લોકોએ બુધવારે ઉરછલ પોલીસમાં મારા મારી બાબતે ફરિયાદ આપી હતી. આથી ગૌર ાકોને કાયદાની ચૂંગલમાં ફસાવવાના પ્રયત્નો શરૂ થઈ ગયા હોવાની લોકચર્ચા શરૂ થઈ ગઈ છે.
ગુજરાત તથા આસપાસના રાજયમાંથી ગાય ગૌવંશ તથા ભેંસ વગેરે એકત્ર કરી એને મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાં આવેલા કતલખાને મોકલવાનું મોટું નેટવર્ક ભરૂચ તથા આસપાસ વિસ્તારમાં ધમધમે છે. પોલીસતંત્રના સીધા આશીર્વાદથી ચાલતાં આ રેકેટમાં સોનગઢ ચેકપોસ્ટ પરથી રાત્રિના ૨.૦૦થી પ.૦૦ વાગ્યાના સમયમાં દૈનિક ધોરણે પાંચથી સાત ટ્રક તથા ટેમ્પો મહારાષ્ટ્ર તરફ નીકળી જાય છે.
આ બાબતે પોલીસમાં જાણ કરાઇછે. પરંતુ કાર્યવાહી થતી ન હોય આવી ટ્રકો આસાનીથી ચેકપોસ્ટ પસાર કરી જાય છે. આ રેકેટને ઉઘાડુ પાડવા પખવાડીયાથી સોનગઢ નવાપુર, વાપી વગેરે સ્થાનના ગૌર ાકો તથા જીવદયા પ્રેમીઓ સોનગઢ ચેકપોસ્ટ પર પેટ્રોલિંગ શરૂ કર્યુ છે.પેટ્રોલિંગ દરમિયાન આવા ગેરકાયદે પશુનું વહન કરતાં ચાર ટ્રક અને ટેમ્પોને જપ્ત કરવામાં આવ્યા છે.
સોનગઢ