• Gujarati News
  • કિમોજના યુવાન પર ગામના બે ભાઇ સહિત 3 શખ્સોનો હુમલો

કિમોજના યુવાન પર ગામના બે ભાઇ સહિત 3 શખ્સોનો હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જંબુસરતાલુકાનાં કિમોજ ગામના શખ્સે ગામ તળાવમાંથી મચ્છમારી કરવા મુદ્દે અરજી કરતાં ગામના બે ભાઇઓ સહિત ત્રણ શખ્સોએ તેના પુત્ર પર હુમલો કરી મારી નાંખવાની ધમકીઓ આપતાં કાવી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કિમોજ ગામે રહેતાં ત્રિવિક્રમ કિશોરીલાલ દુબેએ તેમના ગામ તળાવમાંથી કેટલાંક શખ્સો દ્વારા મચ્છી કાઢી જતાં તે મામલે તેમણે પંચાયત ઓફિસમાં ફરિયાદ કરી હતી. જેને પગલે તેમનો જવાબ લેવા માટે તેમને તાલુકા પંચાયત કચેરીએ જંબુસર ગયાં હતાં. તે વેળાં તેમનો પુત્ર વિરેશ તેના ઘર પાસે બેઠો હતો.

તે વેળાં ગામમાં રહેતો અને ગામમાં રાજકીય પ્રભુત્વ ધરાવતાં પ્રવિણ હરિવલ્લભ દુબે તેમજ તેનો ભાઇ અશોક તથા તેમનો ડ્રાઇવર તેમના ઘર પાસે આવી પહોંચ્યાં હતાં. તેમણે વિરેશને અપશબ્દો ઉચ્ચારી ત્રિવિક્રમે તળાવ બાબતમાં અરજી કેમ કરી છે તેમ કહી તેની સાથે ઝઘડો કરવા લાગ્યાં હતાં. બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જે માંઉશ્કેરાયેલાં અશોક તેમજ પ્રવિણે તેને માર મારી ઇજાઓ પહોંચાડી હતી. તેમનું ઉપરાણું લઇ તેમના ડ્રાઇવરે પણ તેને માર માર્યો હતો. દરમિયાન વિરેશની પત્ની કિન્નરી તેમજ પુત્ર પાસ તથા તલાટી ગુલામ સહિતના લોકો સ્થળ પર એકત્ર થઇ જતાં પ્રવિણ તેમજ તેના સાગરિતોએ તેને છોડાવ્યો હતો. પ્રવિણ તેમજ અશોકે તેને મારી નાંખવાની ધમકીઓ આપી ત્યાંથી જતાં રહેતાં ઘટના અંગે વિરેશે કાવી પોલીસ મથકે ત્રણેય હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ