• Gujarati News
  • ભરૂચ કોર્ટમાં વકીલોએ પરિસરની સાફ સફાઇ કરી

ભરૂચ કોર્ટમાં વકીલોએ પરિસરની સાફ-સફાઇ કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચશહેરના કણબીવગા ખાતે આવેલી કોર્ટમાં વકીલ મંડળ દ્વારા વાઘબારસના દિવસે સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું હતું. વકીલોએ કોર્ટ પરિસરમાં સફાઇ કરી હતી અને ન્યાયની દેવીના મંદિરને સ્વચ્છ બનાવવાનો સંકલ્પ વ્યકત કર્યો હતો.

સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહયું છે ત્યારે વિવિધ સંસ્થાઓ તથા નામાંકિત વ્યકિતઓ તેમાં જોડાઇ રહયાં છે. શહેરના કણબીવગા ખાતે આવેલાં જિલ્લા ન્યાયસંકુલમાં સોમવારે વાઘબારસના દિવસે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા બાર એસોસીએશનના ઉપક્રમે યોજાયેલાં સફાઇ અભિયાન અંતર્ગત વકીલોએ કોર્ટ પરીસરમાં સફાઇ કાર્ય હાથ ધર્યું હતું. કોર્ટની કામગીરીમાં વ્યસ્ત રહેતાં પરંતુ આજે હાથમાં ઝાડુ લઇને સફાઇ કરતાં વકીલોને જોઇને કાર્ટની કામગીરી માટે આવેલાં અરજદારોમાં અચરજ ફેલાયું હતું. વકીલોએ ન્યાયની દેવીના મંદિરને સ્વચ્છ અને સુંદર બનાવવાનો સંકલ્પ વ્યકત કર્યો હતો.

કોર્ટમાં કાયમી સફાઇ થવી જોઇએ

કોર્ટમાંસફાઇ અભિયાન શરૂ કરાયું તે સારી બાબત છે. માત્ર દેખાડા ખાતર સફાઇ કામ કરીને નહિ પરંતુ દરરોજ સફાઇ કરીને અભિયાનનો હેતુ સાચા અર્થમાં સાર્થક કરવો જોઇએ. કોર્ટ પરિસર સ્વચ્છ રહેશે તો અજદારોને પણ સારૂ લાગશે. >અર્જુનભાઇ, અરજદાર, અંકલેશ્વર

ભરૂચની કોર્ટમાં વિકલ દ્વારા સફાઇ અભિયાન ભાગરૂપે સફા સફાઇ કરી હતી. / રાજેશપેઇન્ટર

સ્વચ્છતા અભિયાન આવકાર્ય

દેશનાવડાપ્રધાને શરૂ કરેલું સ્વચ્છતા અભિયાન આવકારદાયી છે. એક દિવસ નહિ પરંતુ જો દરરોજ સફાઇ અભિયાન હાથ ધરવામાં આવે તો લોકોની તંદુરસ્તીમાં વધારો થશે અને સમાજ તંદુરસ્ત બનશે. > મુકુલઠાકોર, વકીલ