• Gujarati News
  • વડિલોપાર્જિત જમીન બાબતે મારામારી

વડિલોપાર્જિત જમીન બાબતે મારામારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચતાલુકામાં આવેલાં સિતપોણ ગામે રહેતાં ભાયજી પરિવાર વચ્ચે વડિલોપાર્જિત જમીન બાબતે ચાલતાં ઝઘડામાં પિતા અને ત્રણ ભાઇઓએ એક શખ્સ પર હૂમલો કરી ઇજાઓ પહોંચાડી કોર્ટકેસ પાછો ખેંચી લેવા ધાકધમકીઓ આપતાં નબીપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સિતપોણ ગામે રહેતાં સઇદ અબ્દુલ ભાયજીના પિતાની વડિલોપાર્જિત જમીન તેના ત્રણ ભાઇઓ લુકમાન, મુબારક તેમજ સલીમે વેંચીને તેમાં સઇદને કોઇ ભાગ આપ્યો હતો. જેના પગલે સઇદે કોર્ટમાં તેમની સામે કેસ દાખલ કર્યો હતો. દરમિયાન લુકમાન તેમજ તેના બન્ને ભાઇઓ તથા પિતા અબ્દુલે સઇદ ઉપર કેસ પાછો ખેંચવા માટે દબાણ કર્યું હતું. તેમની વચ્ચે જમીન મામલે પારિવારીક ઝઘડો થતાં ઉશ્કેરાયેલાં પિતા ત્રણ ભાઇઓએ તેની ઉપર હૂમલો કરી માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.ચપ્પુ બતાવી જો તે જમીન અંગેનો કેસ કોર્ટમાંથી પાછો નહીં ખેંચે તો તેને મારી નાંખવાની ધમકી આપી હતી.