લોકશાહીના પર્વમાં ૬૯ ટકા મતદાન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ભરૂચ-નર્મદા જિલ્લાની ૨૩ ગ્રામ પંચાયતોની આજે મતગણતરી
- ઝઘડિયાના બોડકામાં સૌથી વધુ ૯પ.પ૦ ટકા જયારે ટંકારિયામાં સૌથી ઓછું પ૧.૨૧ ટકા મતદાન
ભરૂચ જિલ્લાની ૧૪ ગ્રામ પંચાયત માટે રવિવારે થયેલાં મતદાનની ટકાવારી ૬૯.૮૨ ટકા નોંધાઇ છે. ઝઘડિયા તાલુકાના બોડકા ગામે સૌથી વધુ ૯પ.પ૦ ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જયારે ભરૂચ તાલુકાના ટંકારીયા ગામે માત્ર પ૧.૨૧ ટકા મતદારોએ મતદાન કર્યુ હતું.
ભરૂચ, આમોદ, ઝઘડિયા, વાલિયા, અંકલેશ્વર તેમજ હાંસોટ તાલુકાની ૧૪ ગ્રામ પંચાયત માટે રવિવારે ચૂંટણી યોજાઇ હતી. સરપંચ અને ર્વોડ સભ્યોને ચૂંટી કાઢવા માટે યોજાયેલી ચૂંટણીમાં મતદાનની કુલ ટકાવારી ૬૯.૮૨ ટકા રહી હતી. જિલ્લામાં ૭૮૯૩ પુરુષ તેમજ ૭૪૨૧ સ્ત્રીઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
મતદાનની ટકાવારીની દ્રષ્ટિએ ઝઘડિયા તાલુકાની બોડકા ગ્રામ પંચાયત અવ્વલ રહી હતી જયાં ૯પ.પ૦ ટકા મતદારોએ મતદાન કર્યુ હતું. ભરૂચ તાલુકાની ટંકારીયા ગ્રામ પંચાયતમાં સૌથી ઓછું પ૧.૨૧ ટકા મતદાન થયું હતું. આવતીકાલે મંગળવારે સ્થાનિક મામલતદાર કચેરીએ મત ગણતરી હાથ ધરવામાં આવશે.
- ભરૂચની ૧૪ ગ્રામ પંચાયતોમાં થયેલા મતદાનની ટકાવારી
પંચાયત પુરુષ સ્ત્રી કુલ ટકા
બોડકા ૧૯૧ ૧૭૦ ૩૬૧ ૯પ.પ૦
ડભાલ ૩૪૩ ૩૨૧ ૬૬૪ ૯૧.૮૪
ઓસારા ૧૯૩ ૧૮૮ ૩૮૧ ૯૦.૦૭
પાદરિયા ૩૨૮ ૨૯૭ ૬૨પ ૯૦.પ૮
વગુસણા ૨૨૬ ૧૯પ ૪૨૧ ૯૦.૭૩
લુવારા ૪૩૮ ૩પ૩ ૭૯૧ ૮પ.૭૦
ટંકારીયા ૧૭૮૨ ૧૬૩૧ ૩૩૯પ પ૧.૨૧
માટીએડ ૭પ૭ ૭૨પ ૧૪૮૨ ૯૦.૯૨
બોઇદરા પ૪૪ પ૦૮ ૧૦પ૨ ૮૯.પ૩
મોતાલી ૨૩૪ ૨૩૬ ૪૭૦ ૮૮.૩પ
પારડી ૧૬૯ ૧૪પ ૩૧૪ ૮૬.૨૬
હાંસોટ ૧૯૯૯ ૨૦૧૨ ૪૦૧૧ ૬૧.પ૪
પેટીયા ૩૦૭ ૨૮૪ પ૯૧ ૮૭.૯પ
સાબરીયા ૩૮૨ ૩૭૪ ૭પ૬ ૯૩.૧
કુલ ૭૮૯૩ ૭૪૨૧ ૧પ૩૧૪ ૬૯.૮૨