ભરૂચ - નર્મદામાં 48 કલાકમાં અતિભારે વરસાદની આગાહી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ - નર્મદામાં 48 કલાકમાં અતિભારે વરસાદની આગાહી
ભારે વરસાદની આગાહીના પગલે તંત્રને સાબદુ કરાયું

ભરૂચ: ભરૂચ અને નર્મદા જિલ્લામાં વહિવટી તંત્ર દ્વારા આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે. ગઇકાલથી શરૂ થયેલાં વરસાદમાં છેલ્લાં 24 કલાકમાં ભરૂચ જિલ્લામાં સૌથી વધુ 60મીમી ઝઘડિયા તાલુકામાં જ્યારે સૌથી ઓછો વાલિયા તાલુકામાં 29મીમી વરસાદ નોંધાયો છે.વહિવટી વિભાગે ભરૂચ તેમજ નર્મદા જિલ્લાવાસીઓ પૈકી નર્મદા કિનારે વસતાં લોકો ઉપર હાલમાં બે પ્રકારના સંકટ સર્જાવાના એંધાણ સર્જાયા છે.

એક તરફ તંત્ર દ્વારા આગામી 24 કલાકમાં એટલે કે 10 તેમજ 11 તારીખમાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી આગાહી કરી છે. બીજી તરફ નર્મદા ડેમ ઓવર ફ્લો થવાને કારણે નર્મદા નદીના કિનારે રહેતાં લોકોને પણ જળસ્તર વધવાની સંભાવના દર્શાવી છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના નિચાણવાળા વિસ્તારમાં રહેતાં લોકોને કુદરતના બેવડામારનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ઝઘડિયા તાલુકામાં 60મીમી વરસાદ નોંધાયો હતો.
ભરૂચ-નર્મદા જિલ્લાનો વરસાદ
તાલુકો વરસાદ
આમોદ 30
અંક્લેશ્વર 54
ભરૂચ 44
હાંસોટ 32
જંબુસર 54
નેત્રંગ 54
વાગરા 53

તાલુકો વરસાદ
વાલિયા 29
ઝઘડિયા 60
નાંદોદ 69
ગરૂડેશ્વર 154
તિલકવાડા 110
સાગબારા 47
દેડિયાપાડા 41