ટીપીના વિરોધમાં આજે ૪૪ ગામોના ખેડૂતોની રેલી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ટીપીના વિરોધમાં આજે ૪૪ ગામોના ખેડૂતોની રેલી
- સરકારની ખેડૂત વિરોધી નીતિના વિરોધમાં શક્તિનાથ સર્કલથી રેલી કાઢી કલેક્ટરને આવેદન પત્ર અપાશે


ભરૂચ જિલ્લામાં નગર આયોજન માટે ઝોન પાડવા તથા ખેડૂતોની સંમતિ વિના તેમની જમીન સંપાદન કરવાની સરકારની નીતિ સામે ઉગ્ર વિરોધ સાથે ભરૂચ - વાગરાના ૪૪ ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થઇ શનિવારે શક્તિનાથ સર્કલથી રેલી કાઢી કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપશે.ભરૂચ જિલ્લામાં ખેડૂતો ખેતી લાયક જમીન બચાવવા માટે સંઘર્ષ કરી રહયાં છે. ભરૂચ અને વાગરાના ૪૪ ગામોની ખેતી લાયક જમીન ટાઉનપ્લાનિંગ માટે સંપાદિત કરવા માટે કાર્યવાહી હાથ ધરાતાં ખેડૂતો તેમની ખેતી લાયક અને મહામુલી જમીનો બચાવવા લડાયક મિજાજમાં આવ્યાં છે.

ગત સોમવારે નંદેલાવ ખાતે અસરગ્રસ્ત ગામોના આગેવાનોની બેઠક મળી હતી જેમાં બંને તાલુકાના ઝાડેશ્વર, અંગારેશ્વર, નબીપુર, ચાવજ તથા અસરગ્રસ્ત પ૬થી વધારે ગામોના આગેવાનો હાજર રહી સરકાર સામે લડત આપવાની વ્યુહ રચના કરી હતી. ભરૂચ- નર્મદા જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ તથા ભરૂચ તાલુકા ખેડૂત સમાજના પ્રમુખ હસમુખ પટેલની આગેવાનીમાં મળેલી બેઠકમાં ટાઉન પ્લાનિંગ હેઠળ પાડવામાં આવેલાં ઝોનથી ખેડૂતોને થનારા ગેર લાભો તથા સંમતિ વિના ખેડૂતોની જમીન આંચકી લેવાની સરકારની નીતિ અંગે ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.

વધુ વિગત વાંચવા માટે ફોટા પર ક્લિક કરો....