કબીરવડ ફરવા ગયેલા પુણાના પિતા- પુત્ર સહિ‌ત ત્રણનાં ડૂબી જતાં મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવાળી વેકેશનમાં ભરૂચના પ્રસિદ્ધ કબીરવડ ખાતે સહેલગાહે ગયેલા પુણાના પિતા-પુત્ર અને સરથાણાના બીબીએના વિદ્યાર્થી‍ એમ ત્રણના નર્મદા નદીમાં ડૂબી જતા મોત નિપજ્યા હતા. તહેવારના દિવસોમાં સર્જાયેલી આ કરૂણાંતિકાના કારણે પરિવારજનોના આંક્રદથી પુણાની રાજેશ્વરી સોસાયટીના રહીશોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પુણાગામની રાજેશ્વરી સોસાયટીમાં ૧૦ જેટલા યુવાનોના ગ્રુપ સાથે ગયેલા યુવાન રત્નકલાકાર અને તેમનો ૧૦ વર્ષી‍ય પુત્ર ગુરુવારે નર્મદા નદીમાં વહેણમાં ખેંચાઈ જતા ડૂબી ગયા હતાં તો બુધવારે સરથાણાનો યુવાન તેના નાનાભાઈ અને મિત્ર સાથે નર્મદા નદીના વમળમાં ફસાઈ જતાં તેનું ડૂબી જતા મોત નીપજ્યું હતું.

નર્મદા નદીના કિનારે આવેલા કબીરવડ ખાતે રાજ્યભરમાંથી પ્રવાસી ત્યાં સહેલગાહ અર્થે આવે છે. હાલમાં દિવાળી વેકેશન ચાલતું હોવાથી કબીરવડ ખાતે યાત્રિકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. સહેલાણીની ભારેભીડ વચ્ચે કબીરવડ ખાતે નર્મદા નદીમાં બે જુદા જુદા બનાવોમાં પુણાગામના પિતા-પુત્ર અને સરથાણાના યુવાન એમ ત્રણ નિર્દો‍ષના ડૂબી જવાથી મોત થયા હતા.

અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો....