• Gujarati News
  • Sardar Patel Statue In Rajpipala, 2900 Crore Rupees Expenditure For Project

રાજપીપળા: 2900 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટની શરૂઆત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: સાધુ બેટ ખાતે પ્રથમ બે ફાઈબર કચેરીઓ મૂકાઈ)
- એલ એન્ડ ટી કંપનીએ સાધુ બેટ ખાતે પ્રથમ બે ફાઈબર કચેરીઓ મૂકી
- વિશ્વભરમાંથી આવેલા ઓજારો માટે મળવા ફળિયા ખાતે પાંચ ગોડાઉન પણ તૈયાર કરી દેવાયા

રાજપીપળા: નર્મદા જીલ્લાના કેવડીયા ખાતે સરદાર સરોવર બંધ નજીક રૂપિયા 2900 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિશ્વની સૌથી મોટી 182 મીટર સરદાર વલ્લભ પટેલની પ્રતિમાના પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત સરદાર જયંતીએ રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા કામગીરીનો આરંભ કરાવતા આ કોન્ટ્રક એલ એન્ડ ટી કંપનીને મળ્યો છે, અને જેને આ પ્રોજેક્ટ 4 વર્ષમાં પૂર્ણ કરવાનો છે ત્યારે કંપનીએ આ કામગીરીનો પ્રારંભ આજે પ્રથમ બે ફાઈબર કચેરીઓ મૂકીને કર્યો, મોટા કન્ટેનરમાં બે મોટી ફાયબર કચેરીઓ તૈયાર કરી ગોઠવવામાં આવી રહી છે અને તેમનો સ્ટાફ પણ હવે ધીરે ધીરે આવી રહ્યો છે. અને પાયાની કામગીરીનો પણ થોડા દિવસોમાં સારું કરવાની તડામાર તૈયારીઓ હાલ સાધુ બેટ ખાતે ચાલી રહી છે.

4 વર્ષમાં આલીશાન સુંદર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બની જશે. ત્યારે વિશ્વના લોકો અહિયાં આવશે. આ ભવન માત્ર ઈંટ પથ્થરની ઇમારત નહી પરંતુ સરદાર પટેલના જીવન કવનની મલ્ટીમીડિયાની ઝાંખી, આઝાદીની લડતના ઐતિહાસિક પ્રકરણ, અભ્યાસ, અને સંશોધન કેન્દ્ર તેમજ રોજગારી નિર્માણ માટેના સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર જેવી બહુવિધ પ્રવૃત્તિઓથી ધમધમતું કેન્દ્ર બનવાનું છે.

આગળ ક્લિક કરો અને તસવીરો સાથે વાંચો વિશ્વભરમાંથી આવેલા ઓજારો માટે મળવા ફળિયા ખાતે પાંચ ગોડાઉન પણ તૈયાર કરી દેવાયા