ભરૂચ જિલ્લામાં ૨૯ કાઉન્સેલિંગ કેન્દ્રો કાર્યરત કરાયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભરૂચ જિલ્લામાં ૨૯ કાઉન્સેલિંગ કેન્દ્રો કાર્યરત કરાયાં
- ર્બોડનાં ૩૮ હજાર છાત્રો સાથે તેમના વાલીઓને પણ મૂંઝવતા પ્રશ્નો અંગે અપાઇ રહેલું માર્ગદર્શન


ગુજરાત માધ્યમિક શિક્ષણ ર્બોડની પરીક્ષાને ધ્યાને લઈ ભરૂચ જિલ્લામાં ૨૯ જેટલાં કાઉન્સેલિંગ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લાના ૩૪ કેન્દ્રો પરથી ર્બોડની પરીક્ષા આપનાર ૩૮,૧૧૨ પરીક્ષાર્થી‍ઓને મુખ્યત્વે એક જ પ્રશ્ન સતાવી રહ્યો છે કે પરીક્ષા દરમિયાન જવાબો ભુલી જવાશે તો? ગભરાટમાં આવડતા પ્રશ્નો નહીં લખાય અને પેપર છુટી જશે તો સહિ‌તના મૂંઝવતા પ્રશ્નોનો મારો કરી વિદ્યાર્થી સહિ‌ત વાલીઓ પણ કેન્દ્રો પરથી માર્ગદર્શન મેળવી રહ્યા છે.
૧૩ માર્ચથી શરૂ થતી ધો. ૧૦ અને ૧૨ ની ર્બોડની પરીક્ષાને અનુલક્ષીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ર્બોડના ૩૮ હજારથી વધુ વિદ્યાર્થી‍ઓના માર્ગદર્શન અને મુંઝવણના ઉકેલ હેતુ શહેર જિલ્લામાં ૨૯ કાઉન્સેલિંગ કેન્દ્રો શરૂ કરી દેવામાં આવ્યા છે.

કાઉન્સેલિંગ કેન્દ્રો પર આવતા પ્રશ્નોમાં વિદ્યાર્થી‍ઓને મુખ્યત્વે એક જ પ્રશ્ન વધુ સતાવી રહ્યો છે પરીક્ષામાં પેપર લખતી વખતે જવાબો ભુલી જવાઈ તો શું કરવું? ગમે તેવા હોશિયાર વિદ્યાર્થી પેપર લખતી વખતે ગભરાટમાં પ્રશ્નોના જવાબ આવડતા હોવા છતાં લખી શકતા નથી.મોટા ભાગના વિદ્યાર્થી‍ઓને પરીક્ષામાં નાપાસ થવાની, પ્રશ્નપત્ર છુટી જવાની, રસીદ સહિ‌તની ચિંતા સતાવી રહી છે. પેપર લખતી વખતે કે તે પહેલા ગભરામણ કે ચિંતા થાય છે તો શું કરવું? તેવા માર્ગદર્શન માટે પ્રશ્નોની ઝડી કાઉન્સેલિંગ કેન્દ્રો પર વરસી રહી છે.

વધુ વિગત વાંચવા માટે ફોટા પર ક્લિક કરો....