• Gujarati News
  • 20 Million Businesses In The Soni Market Latest News Bharuch

ભરૂચ:ધનતેરસના દિવસે સોનીબજારમાં 20 કરોડનો કારોબાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( ધન તેરસના પર્વે ભરૂચમાં સોના ચાંદીના દાગીના ખરીદતા ગ્રાહકો )

ધનતેરસના દિવસે સોનીબજારમાં 20 કરોડનો કારોબાર
બન્ને જિલ્લામાં 50 કીલો સોનું , 300 કીલો ચાંદીની ખરીદી થઇ

ભરૂચ: ભરૂચ અને નર્મદા જિલ્લામાં ધનતેરસના દિવસે 50 કીલોથી વધારે સોના તેમજ 300 કીલોથી વધારે ચાંદીના દાગીનાઓ અને લગડીઓ સહિતની વસ્તુઓનું વેચાણ થયું હોવાનો અંદાજ છે. બંને જિલ્લામાં એક દિવસમાં 20 કરોડથી વધારેનો કારોબાર થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહયું છે.ધનતેરસના દિવસે સોના અને ચાંદીના દાગીના ખરીદવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. લક્ષ્મીમાતાજીના આગમનના વધામણા લેતાં પર્વ ધનતેરસના દિવસે ભરૂચ અને નર્મદા જિલ્લામાં સોનાચાંદીની વસ્તુઓ ખરીદવા માટે લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. આજે ધનતેરસના દિવસે ખરીદવામાં આવેલી વસ્તુઓ શુભફળ આપતી હોવાની માન્યતા પ્રર્વતી રહી છે.

ભરૂચ, અંકલેશ્વર અને રાજપીપળા સહિતના શહેરોમાં આજે ધનતેરસ પર્વની ભકિતભાવથી ઉજવણી કરવામાં આવી હતી. વેપારીઓએ તેમની દુકાનોમાં અને લોકોએ તેમના મકાનોમાં લક્ષ્મીમાતાજીનું પૂજન અર્ચન કર્યું હતું. ધનતેરસના દિવસે લોકોએ સોના અને ચાંદીના દાગીનાની ખરીદી માટે સવારથી ઉત્સાહ દાખવ્યો હતો. ભરૂચ અને નર્મદા જિલ્લામાં એક દિવસમાં અંદાજે 50 કીલોથી વધારે સોનું તથા 300 કીલોથી વધારે ચાંદીનું વેચાણ થયું હોવાનો અંદાજ લગાવાઇ રહયો છે. સોની બજારમાં 20 કરોડથી વધુનો કારોબાર થયો હતો.
સોનાચાંદીની લગડીઓ પહેલી પસંદ બની
ધનતેરસના દિવસે ગ્રાહકોએ સોનાચાંદીના દાગીનાની ખરીદીની સાથે લગડીઓ ખરીદવા પર ભાર મુકયો હતો. સમગ્ર જિલ્લામાં 15થી 20 કરોડ રૂપિયાના સોનાચાંદીના દાગીનાની ખરીદી કરવામાં આવી હોય તેવો અંદાજ છે. >પ્રકાશ ચોકસી, જવેલર્સ, ભરૂચ
અગાઉ 5 કરોડનું વેચાણ
ગત સપ્તાહે ગુરૂપુષ્ય નક્ષત્રના શુભમુર્હુતમાં સોના -ચાંદીના દાગીનાની ખરીદી માટ ેભરૂચ -નર્મદાના બજારોમાં 5 કરોડ નો કારોબાર થયો હતો,આજે બંને જિલ્લામાં સોનાચાંદીની ખરીદી માટે કારોબારમાં 50 ટકાનો વધારાના સંજોગો ઉભા ગયાં છે.