• Gujarati News
  • 2 Young Bike Rider Killed In Truck Collision Latest News Netrang

યાલ ગામમાં ટ્રકની ટક્કરે 2 બાઇકસવાર યુવાનના મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યાલ ગામમાં ટ્રકની ટક્કરે 2 બાઇકસવાર યુવાનના મોત

નેત્રંગ: કોલીવાડા ગામે લગ્નમાં જતાં એક બાઇક પર ચાર યુવાન મિત્રોની બાઇકને યાલ ગામે સામેથી પુરપાટ દોડી આવતી ટ્રકના ચાલકે અડફેટમાં લેતા અકસ્માત થયો હતો.અકસ્માતમાં બાઇક સવાર ચાર યુવાનોમાથી બે યુવાનોનું ઘટના સ્થળે મોત થયું હતું.અન્ય બે તેમના મિત્રોને સારવાર અર્થે રાજપીપળા સિવિલમાં લઈ જવાયા હતા.ગતરોજ સાંજના કોલીવાડા ગામે લગ્ન હોય રાકેશ ચંદુ વસાવા તેના બનેવી ધર્મેશ વસાવાની બાઇક લઈ તેના મિત્રો રાજેશ,સંતોષ અને મંગા વસાવા સાથે સાંજના નીકળ્યા હતા.

યાલ ગામ નજીક વણાક પર સામેથી આવતી ટ્રકના ચાલકે બાઇકને અડફેટમાં લેતા ચારેય યુવાનો રોડ પર પટકાયા હતા.આ ગંભીર અકસ્માતમાં રાકેશ વસાવા અને રાજેશ વસાવાને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત થયું હતું.તેના બે મિત્રો સંતોષ વસાવા અને મંગા વસાવાને રાજપીપળા સિવિલ લઈ જવાયા હતા.
અંકલેશ્વરમાં કારની અડફેટે 1નું મોત
કાપોદરા ગામનો યુવાન રસ્તો ઓળંગતા કાળનો કોળિયો બન્યો

અંકલેશ્વર: અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 8 પર તાપી લોજ હોટલ સામે માર્ગ ક્રોસ કરી રહેલા કાપોદરા ગામના 48 વર્ષીય ઇસમને સુરત તરફથી આવી રહેલી મારુતિ સ્વીફ્ટ કારના ચાલકે અડફેટમાં લેતા માથાના ભાગે ગંભીર ઈજાના પગલે મોત નીપજવા પામ્યું હતું.જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોધી ફરાર કાર ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામમાં રહેતા અબ્દુલ રસીદ મહંમદ ઇશાકખાન સવારે કામ અર્થે નેશનલ હાઈવે નંબર 8 પર આવેલ તાપી હોટલ સામેથી રસ્તો ક્રોસ કરી રહ્યા હતા.દરમિયાનમાં સુરત તરફથી અંકલેશ્વર તરફ આવતી મારુતિ સ્વીફ્ટ કારના ચાલકે અડફેટમાં લેતા તેમને માથામાં ગંભીર ઈજા પહોચતા તેનું ઘટના સ્થળે મોત નીપજવા પામ્યું હતું.બનાવ સંદર્ભે મૃતકના સંબંધી ઇસરાક અહેમદે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી અકસ્માત સર્જયા બાદ ફરાર થઇ ગયેલા કારચાલકને ઝડપવાની દિશામાં વધુ તપાસ પોસઇ વી.જે.ચૌહાણે હાથ ધરી છે.