પાક અને ચીનને જડબાતોડ જવાબ આપવા ૧૩૦૦ છાત્રોએ મોદીને લખ્યા પોસ્ટકાર્ડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ભરૂચની શ્રવણ સ્કૂલના છાત્રોનું અનોખુ પોસ્ટકાર્ડ અભિયાન
- બન્ને પાડોશી દેશોને તેમની જ ભાષામાં જડબાતોડ જવાબ આપવા સીએમ મોદી પીએમ બની દેશનુ સુકાન સંભાળે તેવી લાગણી અને માગણી વિદ્યાર્થીઓએ વ્યકત કરી
- શાળાના સ્ટાફ અને શિક્ષકો તેમજ આચાર્યએ પણ મસમોટો પત્ર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને લખ્યો
- શહિ‌દોને મૌન પાળી ૧૩૦૦ છાત્રોએ આપી શ્રદ્ધાંજલિ
- દેશના યુવાનો, વડીલો બાદ વિદ્યાર્થીઓમાં પણ આતંકી અને ચીન-પાકના હુમલાઓ સામે ફાટી નીકળેલો જુવાળ
ચીનની ભારતીય સરહદમાં ઘુસણખોરી અને પાકિસ્તાન દ્વારા હુમલાઓના અનેક બનાવ છતા ભારત સરકારના પેટનું પાણી હાલતુ નહિ‌ હોવાથી દેશના યુવાનો, વડીલો બાદ હવે વિદ્યાર્થીઓમાં પણ રોષ ભભૂકી ઉઠયો છે. ભરૂચની શ્રવણ સ્કૂલના ૧૩૦૦ છાત્રોએ મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખી દેશનું સુકાન સંભાળવાની માગણી સાથે ચીન-પાકિસ્તાનને મુહતોડ જવાબ આપવાની લાગણી વ્યકત કરી હતી.
દેશમાં ઘુસણખોરી કરી ચીન અને પાકિસ્તાન દ્વારા થતા હુમલાઓમાં ભારતીય જવાનો શહીદ થઇ રહ્યાં છે ત્યારે જવાબી કાર્યવાહી નહિ‌ કરી રહેલી કેન્દ્રની મનમોહન સરકારનું મૌન તોડાવવા હવે દેશભરમાંથી લોક જુવાળ ઉભો થયો છે.
અહીંથી આગળ વાંચવા તસવીરો બદલો...
તસવીરો: વિકી જોષી