વાપીથી ગોધરા લઇ જવાતો ૧૧ લાખનો બિયરનો જથ્થો જપ્ત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વાપીથી ગોધરા લઇ જવાતો ૧૧ લાખનો બિયરનો જથ્થો જપ્ત
- હોળી- ધુળેટીના તહેવારોમાં દારૂ તથા બિયરની રેલમછેલ કરવા બૂટલગરો સક્રિય
- ટ્રક સહિ‌ત કુલ ૨૨.૬૭ લાખના મુદામાલ સાથે બે આરોપીઓની અટકાયત
- બંને આરોપીઓને અદાલતમાં રજૂ કરાતાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા
- જથ્થો મંગાવનાર તથા બૂટલેગરને ઝડપી પાડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરાયા


ભરૂચની ઝાડેશ્વર ચોકડી નજીકથી વડોદરાની આર.આર. સેલે વાપીથી ગોધરા લઇ જવાતાં ૧૧ લાખની કિંમતના બિયરના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડયાં હતાં. પોલીસે બિયરની ૪૮પ નંગ પેટી તથા ટ્રક મળી કુલ ૨૨.૬૭ લાખનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. બંને આરોપીઓને અદાલતમાં રજૂ કરવામાં આવતાં તેમના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં હતાં. હોળી- ધુળેટીના તહેવાર નજીક આવી રહ્યા છે ત્યારે રાજયમાં વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો ઘુસાડવા બૂટલેગરો સક્રિય બન્યાં છે.

તહેવારો અગાઉ રાજયમાં બિયરનો મોટો જથ્થો ઘુસાડવાના બૂટલેગરોના પ્રયાસને વડોદરાની આર.આર. સેલે નિષ્ફળ બનાવ્યો છે. પોલીસ સુત્રિય માહિ‌તી અનુસાર વડોદરા આર.આર. સેલના પોલીસ ઇન્સપેકટર એમ.એચ.ગઢવીને બાતમી મળી હતી કે સુરત તરફથી આવતી ટ્રકમાં મોટા પ્રમાણમાં બિયરના જથ્થાની હેરાફેરી કરાઇરહી છે.આર.આર. સેલના પીઆઇ એચ. એમ ગઢવી તથા તેમની ટીમના અબ્દુલવહાબ, રાજેન્દ્ર બારીક રાવ તથા અન્ય જવાનોએ રવિવારે બપોરેભરૂચની ઝાડેશ્વર ચોકડી નજીક વોચ ગોઠવી હતી.

જેમાં સુરત તરફથી આવતી ટ્રકને અટકાવી તેની તલાશી લેતાં તેમાં તાડપત્રી નીચે છુપાવેલી બિયરની ૪૮પ નંગ પેટી મળી આવી હતી. પોલીસે ટ્રક ચાલક વિનય પ્રતાપ તથા કલીનર રીંપુસિંગની અટકાયત કરી હતી. પોલીસની પૂછપરછમાં બંને આરોપીઓએ તેમને વાપીથી બિયરનો જથ્થો ભરેલી ટ્રક આપવામાં આવી હતી જેને ગોધરા પહોંચાડવાની હોવાની કબૂલાત કરી હતી.

વધુ વિગત વાંચવા માટે ફોટા પર ક્લિક કરો....