તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

૧ કરોડના ગાંજા પ્રકરણમાં ભરૂચ પોલીસની સુરત-ઓરિસ્સામાં તપાસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કટકથી ગાંજો મોકલાવનાર મનોજને ઝડપવા કવાયત
- એસઓજી અને એલસીબીએ ઝડપી પાડેલાં ચારેય આરોપીના આઠ દિવસના રિમાન્ડ અદાલતે મંજૂર કર્યા


અંકલેશ્વરના મોતાલી ગામ નજીક આવેલી આઇ માતા હોટલ નજીકથી એક કરોડ રૂપિયાના ગાંજા ઝડપાવાના પ્રકરણમાં કટકથી ટ્રકમાં ગાંજાનો જથ્થો મોકલવાનારા મનોજ નામના ઇસમને ઝડપી લેવા માટે પોલીસની એક ટીમ ઓરિસ્સામાં તપાસ ચલાવી રહી હોવાનું જાણવા મળે છે. ભરૂચ જિલ્લા પોલીસવડા બિપિન આહિ‌રેના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઇ મહાવીરસિંહ વાઘેલા, એલસીબી પીઆઇ દિગ્વિજયસિંહ સોઢા, પોસઇ જે.એ.રાઠવા, પોસઇ ડી.બી.બારડ તથા પોલીસ જવાનોએ દરોડો પાડયો હતો. જેમાં ઓરિસ્સાથી આવેલી ટ્રકમાંથી ટેમ્પોમાં ખાલી કરવામાં આવતો ગાંજાનો પ૧૩.૪પ કિલો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ૧.૦૨ કરોડનો ગાંજો તેમજ ૨૨ લાખની કિંમતના વાહનો કબજે કર્યા હતાં.