૧.૨૨ લાખની ચોરી કરનાર પેઇંગ ગેસ્ટ આખરે ઝડપાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભેદ ઉકેલાયો: યુવાનને કચ્છથી ઝડપી પાડવામાં પોલીસ સફળ
ભરૂચના લિંકરોડ વિસ્તારમાં મહિ‌લાના ઘરમાં રહેનાર શખ્સે જ ચોરી કરી હતી
ભરૂચના લિંકરોડ ઉપર આવેલી પારિજાતક સોસાયટીમાં રહેતી મહિ‌લાના ઘરમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતાં શખ્સે જ રોકડા ૧પ હજાર તેમજ એક સોનાની લકી સહિ‌તનો સામાન મળી કુલ ૧.૨૨ લાખની ચોરી કરી જતાં ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તપાસનો રેલો કચ્છ સુધી લંબાવી ગઠિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિ‌તી અનુસાર ભરૂચ શહેરના લિંક રોડ ઉપર આવેલી પારિજાતક સોસાયટી ખાતે રહેતી અનસૂયાબહેન દીપકભાઇ કટારિયાના મકાનમાં મૂળ કચ્છનો લક્ષ્મણ ખીલજી ગઢવી થોડા સમય માટે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો હતો. લક્ષ્મણ ગઢવીએ તે મોબાઇલ રિપેરિંગનું કામ શીખવા ભરૂચમાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
થોડો સમયમાં જ તેણે અનસૂયાબહેનના પરિવારજનો સાથે ગાઢ સંબંધ બનાવ્યાં હતાં. ગત શનિવારે અનસૂયાબહેન કોઇ કામે બહાર ગયાં હોઇ તેમણે પોતાના મકાનને તાળું મારી ચાવી પાડોશીને આપી હતી. દરમિયાન તેમના મકાનમાં રહેતાં લક્ષ્મણ ગઢવી ઘરે આવી પહોંચતાં તેમણે પાડોશી પાસેથી ચાવી લઇ લીધી હતી. જે બાદ તેઓ ક્યાંક જતાં રહ્યાં હતાં અનસૂયાબહેને સાંજે પોતાના ઘરે પહોંચીને જોતાં તેમના ઘરમાં મુકેલી તિજોરીમાંથી રૂપિયા ૧પ હજાર રોકડા તેમજ સોનાની એક લકી તેમજ અન્ય સામાન મળી કુલ ૧.૨૨ લાખનો સામાન ચોરી ગયો હોવાનું માલુમ પડયું હતું. અનસુયાબહેને લક્ષ્મણ ગઢવી સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે લક્ષ્મણને જેર કરવાની કવાયત હાથ ધરી હતી