અંકલેશ્વરમાંથી ૬૦૦ કિલો કાર્બાઇડ ઝડપાયો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કાર્બાઇડ દ્વારા કેરીઓ પકવવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદોને આધારે અધિકારીઓએ પાડેલા દરોડા - નગરપાલિકાના ફુડ એન્ડ સેનિટરી વિભાગ દ્વારા વેપારી પાસેથી રૂપિયા ૫ હજારનો દંડ વસૂલાયો અંકલેશ્વર નગરપાલિકા ફુડ એન્ડ ડ્રગ્સ તેમજ સેનિટેશન વિભાગે ત્રણ રસ્તા માર્કેટિંગ યાર્ડ શોપિંગ સેન્ટરમાં રોયલ ફ્રુટ કંપની દરોડા પાડી કેરીને પકવવા માટે લાવવામાં આવેલ ૬૦૦ કિલો કાર્બાઇડ પાવડરનો જથ્થો ઝડપી પાડી સીઝ કર્યો હતો. દુકાનદારને ૫૦૦૦ હજાર રૂપિયાનો દંડ ફટકારી તમામ કાર્બાઇડના જથ્થાનો નાશ કરાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર નગર પાલિકા ફુડ એન્ડ ડ્રગ્સ ઈન્સ્પેકટર રઘુવીરસિંહ મહિડા અને સેનિટેશન સુપરવાઈઝર ઉમેશ પટેલ દ્વારા શનિવારે મોડી સાંજે મળેલી માહિતીના આધારે અંકલેશ્વર ત્રણ રસ્તા એ.આઈ.એ. સર્કલ માર્કેટિંગ યાર્ડ શોપિંગ સેન્ટરમાં દરોડા પાડ્યાં હતાં. જેમાં ૧૦૦ કિલોના ૬ ડબ્બા મળી કુલ ૬૦૦ કિલો કાર્બાઇડ પાવડરનો જથ્થો ઝડપી પાડયો હતો. રોયલ ફ્રુટ કંપની દ્વારા કેરીને પકવવા માટે લાવવામાં આવેલા કાર્બાઇડના જથ્થાને સીઝ કરી દુકાનદાર ગુલામહુસેન અબ્દુલવહાબ ભરોડાને વહીવટી ચાર્જ રૂપે ૫૦૦૦ હજાર રૂપિયાનો દંડ ફટકારી ૩પ હજારના કાર્બાઇડ પાઉડરના જથ્થો જપ્ત કરી અંકલેશ્વર આંબોલી રોડ પર નગરપાલિકાના સોલીડ વેસ્ટ ડમ્પીંગ સાઈડ ખાતે તેનો નાશ કરવામાં આવ્યો હતો. નગરપાલિકાના સેનિટેશન તથા ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડાના પગલે કેરી સહિત અન્ય ફુટને કેમિકલ વડે પકવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.