નવસારીમાં ૬૦૦થી વધુ શ્રીજીની મતિનું વિસર્જન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી પંથકમાં રવિવારે આખો દિવસ બાપ્પા મોરિયાના નારા ગુંજતા રહ્યા નવસારી પંથકના ચાર ઓવારેથી આજે રવિવારે ૬૦૦થી વધુ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું.નવસારી, વજિલપોર અને નજીકના વિસ્તારોમાં મોટીસંખ્યામાં શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવ્યું છે. આજે રવિવારે પાંચ દિવસ પુરા થતા ગૌરી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. રવિવારે સવારથી જ નવસારીમાં બેન્ડવાજા સાથે ન્úત્ય કરતા લોકો શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવા જતા નજરે પડ્યા હતા. સવારથી લઈ સાંજ સુધી આ દ્રશ્યો નજરે પડ્યા હતા. નવસારીમાં ચાર જગ્યાએ પ્રતિમાઓના વિસર્જન માટે ઓવારા બનાવાયા હતા. નવસારી નજીકના વિરાવળ ઉપરાંત જલાલપોર અને ધારાગીરી નજીક પણ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિરાવળમાં વિસર્જન માટે ૨૫ જેટલા તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી. સવારથી મોડીસાંજ સુધીમાં વિરાવળ પૂણૉ નદીમાં ૪૨૫ જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દાંડી, જલાલપોર, ધારાગીરી મળી ૨૦૦ જેટલી પ્રતિમાઓનું વિસર્જન થયાની માહિતી મળી હતી. આમ, નવસારી પંથકમાં ૬૦૦થી વધુ પ્રતિમાઓનું રવિવારે વિસર્જન કરાયું હતું. સાંજ સુધીમાં કોઈ અનિચ્છનિય બનાવ યા દુર્ઘટના બની ન હતી. નવસારી સમસ્ત ગણેશ મંડળના પ્રમુખ કનક બારોટ તથા તેમની ટીમના સભ્યો વિસર્જનની પ્રક્રિયામાં મદદરૂપ થયા હતા. અમલસાડમાં ગૌરીગણેશની પ્રતિમાનું વિસર્જન અમલસાડ તથા આસપાસના વિસ્તારમાં રવિવારે ૫૦ જેટલી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અમલસાડની ૨૫ તથા નજીકના વિસ્તારોની અન્ય ૨૫ જેટલી પ્રતિમાઓનું વાસણ ગામના તળાવ તથા અંબિકા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. અનિચ્છનિય બનાવ બન્યો ન હતો. કાયદો વ્યવસ્થા માટે પુરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.