• Gujarati News
  • ‘રાજ્યના લીલાછમ ખેતરો આખલા જ ચરી જાય છે’

‘રાજ્યના લીલાછમ ખેતરો આખલા જ ચરી જાય છે’

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યના મુખ્યમંત્રીએ પોતાના સદ્દભાવના ઉપવાસની પાછળ કરી આદિવાસી સમાજના હક પર તરાપ મારી છે. રાજ્યના આદિવાસી સમાજની સીતેર ટકા બહેનો કુપોષણનો ભોગ બની છે. આવી બહેનોની સ્થિતિ સુધારવાના બદલે ગુજરાત સરકાર જાતજાતના ઉત્સવો કરી પ્રજાના નાણાં વેડફે છે. એવા શબ્દો સોગનઢ ખાતે પરિવર્તન યાત્રા સાથે આવે રાજ્યના માજી મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે કહ્યા હતાં.
તેમણે આગળ જણાવ્યું હતું કે વન બંધુની યોજના થકી આદિવાસી સમાજ સાથેછેતરપિંડી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજના થકી ફાળવવામાં આવતાં નાણાની યોજનાને નવુ નામ આપી દેવામાં આવે છે. રાજ્યના મુખ્યમંત્રી તરીકે તેમણે સાડા ત્રણ વર્ષ શાસન કયું હતું. તેની સિદ્ધિ ગણાવતાં કેશુબાપાએ કહ્યું કે કોંગ્રેસની ભ્રષ્ટ્રચારી ભરી નીતિને કારણે મારા સમયે રાજ્યની તજિોરી ખાલી થઈ ગઈ હતી. જોકે, તે સમયે ગરીબ આદિવાસીનું ધ્યાન રાખી બે રૂપિયા કિલો ઘઉં તથા ત્રણ રૂપિયે કિલો ચોખા આપવાની નીતિ મારી સરકારે શરૂ કરી હતી. તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટી દ્વારા પ્રજાલ-ાી રાહતોનું પરિવર્તન પાર્ટી દ્વારા પ્રજાલ-ાી રાહતોનું પરિવર્તન પેકેજની પણ ઘોષણા કરી હતી. અંતમાં તેમએ હાલની રાજ્યની સ્થિતિ વિશે કોમેન્ટ કરતાં જણાવ્યું હતું કે ‘કામધેનુને મોઢે નતી જતું એક સુકુ ઘાસનું તણખલું અને લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે.’ એ પહેલા સોગઢના ઓટા ચાર રસ્તાથી એક વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.