• Gujarati News
  • નદી કાંઠાનું શહેર, તો પણ પાણી કાકરાપારથી?

નદી કાંઠાનું શહેર, તો પણ પાણી કાકરાપારથી?

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપીનદીમાંથી પાણી લેવા માટેનો તટવતિgય અધિકાર(રેપેરિયન રાઈટ) વધારવા માટેનો મુદ્દે દસ વર્ષે ભાજપ શાસકો ‘પાણી’માં બેઠાં છે. જોકે, હવે શાસકોની આ ભીરુતા શહેરીજનોના માથે લાખો રૂપિયાનો બોજો પડે તેમ છે. કેમકે, પાલિકા પાસે માત્ર ૩૦૦ ડે. કયૂસેક પાણી જ ઊંચકી શકે છે એટલે આ મયૉદા પ્રમાણે રોજ ૭૩૩ એમએલડી (મિલિયન લિટર પ્રતિદિન) પાણી જ સપ્લાય કરી શકે તેમ છે, પરંતુ છેલ્લાં દોઢ વર્ષથી આ આંકડો આઠસો એમએલડીને પાર કરી ચૂકયો હોવાથી પાલિકા અધિકારની ઉપરવટ પાણી લઈ રહી હોવાનું સ્પષ્ટ પણે નોંધાઈ રહ્યું છે. આનેકારણે એકબાજુ સરકારી બિલની તલવાર સતત લટકવા માંડી છે. તો બીજીબાજુ આ અધિકાર રાજ્ય સરકાર વધારતી નથી. પાલિકા તેની માગણી માટે સળવળતી નથી ઉપરથી કરોડોના ખર્ચે કાકરાપારથી પાઈપલાઈન દ્વારા પાણી લાવવા માટે ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરાવી દીધો છે.
તટવતિgય અધિકાર
નદીની માલિકી રાજ્ય સરકારની કહેવાય પરંતુ નદી કિનારેના શહેરને ચોક્કસ માત્રામાં પાણી ઉલેચવા અપાયેલો અધિકાર એટલે તટવતિgય અધિકાર. રાજ્ય સરકારે ૧૯૭૩માં પાલિકાને ૩૦૦ કયૂસેક રોજ પાણી લઈ શકે તેટલો અધિકાર આપ્યો હતો.
કાનૂની અભપિ્રાય પાલિકાની તરફેણમાં, છતાં...
સાત વર્ષ અગાઉ આજ રીતે પાલિકાએ તાપી નદીમાંથી વધુ પાણી લીધું હોવાનું રેકર્ડ ઉપર નોંધાયું હતું. એટલે રાજ્યના સિંચાઈ વિભાગના તત્કાલીન સચિલ એમ.એસ. પટેલે પાલિકાને ૩૬ લાખ રૂપિયાનું બિલ ફટકાર્યું હતું. તત્કાલીન ભાજપ શાસકોએ તેને રદ્દ કરાવવા માટે હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટીસ મજુમદાર પાસે એક રિપોર્ટ તૈયાર કરાવીને સરકારમાં દલીલ કરીને બિલને રદ્દ કરાવવા માટે કસરત કરવી પડી હતી. છતાં હજુ આ મુદ્દે કાયમી નિરાકરણ લાવવાની કોઈ તજવીજ કરાઈ નથી.
રોજ ૫૦ એમએલડી પાણી નિયમ કરતાં વધારે લેવાય છે
૩૦૦ ડે. કયૂસેકની મયૉદા પ્રમાણે પાલિકા રોજ ૭૩૩.૯૭ એમ.એલ.ડી પાણી જ લઈ શકે તેમ છે. જોકે, છેલ્લાં છ મહિનામાં પાલિકાએ દૈનિક સરેરાશ ૭૮૫ એમએલડી પાણી સપ્લાય કર્યુંં છે. ગત દિવાળી પહેલાના સપ્તાહમાં તો પાલિકાએ ૮૧૨ એમએલડી પાણી સપ્લાય કર્યું હતું. એટલે પાલિકા દ્વારા રોજ ૫૦ એમએલડી પાણી નિયમ વિરુદ્ધ લેવાઈ રહ્યું છે. તેવું વપિક્ષના નેતાનું કહેવું છે.
સુરત સુધી લાઇન
શહેરની હદ વધી છે, વસ્તીનો આંક ૪૫
લાખની નજીક પહોંચી ગયો છે. ત્યારે પાણીની જરૂરિયાત વધી રહી છે એટલે ૧૯૭૩ પ્રમાણેનો તટવતિgય અધિકાર કોઈપણ સંજોગોમાં પયૉપ્ત નથી. આ આ અધિકાર માટે માગણી વધારવાને બદલે કાકરાપારથી પાઈપલાઈન દ્વારા પાણી લાવવાનો તુક્કો હાથ ઉપર લીધો છે.
સુરતીઓ ઉપર કરોડોનો બોજો નાંખવાની પેરવી
^ ભાજપશાસકોની સરકાર પાસે માગ કરવાની જવાબદારી છે. તેના બદલે કાકરાપારથી સુરત સુધી પાઈપલાઈન નાંખીને કરોડોનો બોજો સુરતીઓ ઉપર નાંખવાની જરૂર નથી.બાબુ રાયકા, નેતા વિરોધપક્ષ, પાલિકા