• Gujarati News
  • ભીમપોરમાં સબ સ્ટેશનની શરૂઆત

ભીમપોરમાં સબ સ્ટેશનની શરૂઆત

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દમણના ભીમપોરમાં વીજળીની સમસ્યાઓને પહોંચી વળવા માટે પ્રશાસન દ્વારા એક નવા પાવર સબ સ્ટેશનની શરૂઆત કરવામાં આવી છે. દલવાડામાં પહેલાથી જ એક સબ સ્ટેશન કાર્યરત છે. જેમાં વધારો કરીને બીજુ એક નવું ૬૬/૧૧ કેવી. ૨/૧૫એમવીએ ભીમપોર સબ સ્ટેશનની શરૂઆત કરવામાં આવી છે. ૮.૫૪ કરોડ રુના ખર્ચ બનાવવામાં આવેલા નવા સબ સ્ટેશનનુ ગુરૂવારે પ્રશાસક ભૂપેન્દ્રસિંહ ભલ્લાના હસ્તે અને સાંસદ લાલુભાઇ પટેલ, પૂવe સાંસદ ડાહ્યાભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું.
પ્રશાસક ભૂપેન્દ્રસિંહ ભલ્લાએ જણાવ્યુ હતું કે ભીમપોરમાં નવા સબ સ્ટેશનની શરૂઆત થઇ જતા અહિઁના લોકોને વીજળીની સમસ્યાઓ હતી તે પૂર્ણ કરી લેવામાં આવી છે. આ વિસ્તારમાં વધુ પડતો લોડ હોવાના કારણે ઘણીવાર બ્રેકેજ અને આઉટેજ થવાના કારણે નુકસાન થતું હતું. વીજળીના સમસ્યાને પહોંચી વળવા માટે નવા સબ સ્ટેશનની આવશ્યકતા હતી. ~ ૮.૫૪ કરોડ ના ખર્ચ નિમૉણ કરીને વીજળીની કોસ્ટીંગ બચાવી લેવામાં આવી છે. વીજળીની કોસ્ટીંગમાં ફાયદો થશે તો લોકોને પણ સસ્તી વજિળી આપી શકાશે અને જેઇઆરસી દ્વારા પણ વીજળીના ભાવમાં વધારો નહી કરવો પડે. પારદર્શકતા રાખવામાં આવે તો કોઇ પણ સંજોગે વીજળીમાં નુકસાની થવાની સંભાવના નથી. ઓછો ખર્ચા સસ્તી વજિળી પ્રદાન કરવામાં આવશે. આ પ્રસંગે કોંગ્રેસ પ્રમુખ વિશાલ ટંડેલ, મોટી સંખ્યામાં અધિકારીઓ, કર્મચારીઓ, જનપ્રતિનિધિઓ અને ગામવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.