• Gujarati News
  • તળાવમાં સ્ટેજ પર માતાજીની સ્થાપના

તળાવમાં સ્ટેજ પર માતાજીની સ્થાપના

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમાં ચાલી રહેલા નવરાત્રિ મહોત્સવમાં સૌ કોઈ ઉપાસના કરી માતાજીની આરાધના કરે છે. ગામડાઓમાં શેરી ગરબા પ્રાચીન અવૉચીન ગરબાની રમઝટ આજે પણ જામે છે. ત્યારે ઓલપાડ તાલુકાના કમરોલી ગામે નવયુવક મંડળ દ્વારા સતત બીજા વર્ષે નવરાત્રિ પર્વની ઉજવણીના ભાગરૂપે માની આરાધના અનોખી રીતે કરવામાં આવે છે.
કમરોલી ગામે પાણીથી છલોછલ ભરેલા તળાવમાં લગભગ ૧૦૦ ફૂટ અંદર સ્ટેજ બનાવી માતાની મૂતિgની સ્થાપના કરી છે, તેમજ તળાવને ડેકોરેશન કરી નયનરમ્ય બનાવી પાણીમાં ફૂવારા અને ફુગ્ગાની લાઈટનું આયોજન કરાયું છે. તળાવમાં કરાયેલું ડેકોરેશન જાણે કોઈ મોટો ટાપુ બનાવાયો હોય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તળાવના સ્ટેજ પર માતાજીની સ્થાપના કરાઈ છે, જેના માટે ગ્રામજનો દ્વારા માતાજીની પૂજા અર્ચના આરતી દર્શન માટે આ પુલ પરથી ભકતોએ પસાર થવું પડે છે, તેવી વ્યવસ્થા કરાઈ છે.
તળાવ નજીક આવેલ પટાગણમાં ગ્રામજનો અને ભકતો ગરબે ઘૂમી માની આરાધના કરી રહ્યા છે. ગ્રામજનો દ્વારા જણાવાયું છે કે તાલુકા સહિત આજુબાજુના ગ્રામજનો ભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે.