• Gujarati News
  • પરિણીતા શરીરે ૧૦૦ ટકા દાઝી

પરિણીતા શરીરે ૧૦૦ ટકા દાઝી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા સોનીવાડમાં રહેતી મહારાષ્ટ્રીયન પરિણીતા સ્વાતિ શિંદે (ઉ.વ. ૨૫) સો ટકા શરીરે દાઝી જતા તેમના સગાઓએ બેભાન અવસ્થામાં ગુપ્તા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી હતી.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર બીલીમોરામાં આવેલ ગુપ્તા હોસ્પિટલના ડો. સુકેશ ગુપ્તાએ બીલીમોરા પોલીસને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે બુધવારે સવારે ૬.૪૦ કલાકે બીલીમોરાના સોનીવાડમાં રહેતી પરિણીત યુવતી સ્વાતિબેન રાજેન્દ્રભાઈ શિંદે (ઉ.વ. ૨૫) સો ટકા શરીરે દાઝી ગયેલી હાલતમાં બેભાન અવસ્થામાં તેમના સગાવહાલા દ્વારા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. જયાં એની હાલત કટોકટ હોય જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે. સ્વાતિબેનના લગ્ન અઢી વર્ષ
પહેલા સોનીવાડમાં રહેતા રાજેન્દ્રભાઈ શિંદે સાથે થયા હતા. સ્વાતિબેન
તેમના સાસરે સોનીવાડમાં દાઝી
ગયા હતા.
સ્વાતિબેન દાઝી જવાથી બેભાન અવસ્થામાં હોવાથી કેવી રીતે દાઝી ગયા એ કંઈપણ નહીં જાણી શકાયું હોવાનું પોલીસે જણાવ્યું છે. સ્વાતિબેન શિંદેનું પિયર જલગાંવ (મહારાષ્ટ્ર)ના એરન્ડોલ વિસ્તારમાં રહે છે. એમને આ સ્વાતીબેન દાઝી જવાના બનાવની જાણ થતા પિયરના સગા બીલીમોરા આવવા નીકળી ગયા છે.
આ બનાવ અંગે ઘટના સ્થળના એફએસએલની ટીમ આવીને નમૂના લીધા છે. બીલીમોરા પોલીસે આ બનાવ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેની તપાસ બીલીમોરાના પીએસઆઈ વી.કે. ગઢવી કરી રહ્યા છે.