• Gujarati News
  • સરીગામની લક્ષ્મી વિધ્યાપીઠમાં રકતદાન કર્યા પછી વલસાડના પત્રકારના ૧૭ વર્ષના પુત્રન

સરીગામની લક્ષ્મી વિધ્યાપીઠમાં રકતદાન કર્યા પછી વલસાડના પત્રકારના ૧૭ વર્ષના પુત્રને દુ:ખાવો ઉપડ્યો, ઘરે પહોંચતા પહેલા જ રસ્તામાં મોતને ભેટÛો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતના વસંતભાઈ ગજેરાના પત્નીની પુણ્યતિથિ નિમિત્તે સરીગામની લક્ષ્મી વિધ્યાપીઠની લક્ષ્મી ઈિન્સ્ટટÛૂટ ઓફ ટેકનોલોજી મિકેનીક એન્જિનીયરÃગ કોલેજમાં સોમવારે આયોજિત રકતદાન કેમ્પમાં વલસાડના કોલેજિયન યુવાન રકતદાન કર્યાના ત્રણ કલાક બાદ ચક્કર આવતા મોતને ભેટÛો હતો. જો કે, રકતદાન બાદ ચક્કર આવવાના કારણે જ મોત થયું કે પછી અન્ય કારણસર મોત નીપજયુ તે જાણવા માટે સુરત સિવિલના ફોરેિન્સક તબીબો દ્વારા પીએમ કરાવવામાં આવશે ત્યારબાદ મોતનુ ચોક્કસ કારણ જાણવા મળી શકે તેમ છે. જો કે આ ઘટનાને પગલે લક્ષ્મી વિધ્યાપીઠના સંચાલકો અને વલસાડ રકતદાન કેન્દ્રના કર્તાહર્તાઓ સામે સવાલો ઊભા થયા છે.
સરીગામના લક્ષ્મી વિધ્યાપીઠ સંકુલમાં લક્ષ્મી ઈિન્સ્ટટÛૂટ ઓફ ટેકનોલોજી મિકેનીક કોલેજ, રોટરી કલબ સરીગામ અને સેલવાસ રેડ ક્રોસ દ્વારા સોમવારે વસંતભાઈ ગજેરાના પત્નીની પુણ્યતિથી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૯:૦૦ વાગ્યાથી આયોજિત આ રકતદાન કેમ્પમાં કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા ૧૭ વર્ષના નિર્ભય રાજેન્દ્રભાઈ લેઉવા પટેલે (રહે.ખંડુજી ટેકરા, જીવીડી સ્કૂલ પાસે,વલસાડ) ૧૦:૦૦ વાગ્યે રકતદાન કયું હતું, તે સમયે તે સ્વસ્થ હતો. ત્યારબાદ અમદાવાદમાં રહેતા એક વિદ્યાર્થીના આકિસ્મક મોતને પગલે સવારે ૧૦:૩૦ કલાકે શોકસભા રાખવામાં આવી હતી. જેમાં નિર્ભય પોતાના મિત્રો સાથે હાજર રહ્યો હતો. ત્યારબાદ કોલેજના પિરીયડ પણ ભયૉ હતા, પરંતુ બાદમાં બપોરે ૧:૦૦ કલાકે અચાનક નિર્ભયને પેટમાં દુ:ખાવો થતા કોલેજના પ્રિન્સીપાલ ડો.સલીમ શાને જાણ કરી હતી. પ્રિન્સીપાલે રકતદાન કેન્દ્રના સ્ટાફને જાણ કરાતા નિર્ભયને ગ્લુકોઝ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્વસ્થ થતા નિર્ભયે પિતા રાજેન્દ્રભાઈ સાથે મોબાઈલ ઉપર વાતચીત કરી પેટમાં સાધારણ દુ:ખાવો થતો હોવાનું કહ્યું હતું. જેથી રાજેન્દ્રભાઈએ નિર્ભયને ઘરે આવી જવા કહ્યું હતું. વલસાડ આવવા માટેની ટ્રેન સાંજે ૪:૩૦ કલાકે હોવાથી નિર્ભય વલસાડ રકતદાન કેન્દ્રની ગાડીમાં આવવા માટે નીકળ્યો હતો, ત્યારે વલસાડના રાજહંસ મલ્ટીપ્લેકસ પાસે અચાનક નિર્ભયની તબિયત લથડતા ચક્કર આવવા માંડ્યા હતા. જેથી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યો હતો, ત્યારે ડીએસપી કચેરી પાસે રસ્તામાં જ નિર્ભયનુ મોત નપિજયુ હતું. બાદમાં ડોકટર હાઉસમાં નિર્ભયને લઈ આવતા ડો.કાથાવાલાએ મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પિતા રાજેન્દ્ર મનસુખ પટેલે સિટી પોલીસ મથકે જાણ કરી હતી. એકના એક જુવાનજોધ પુત્રના મોતને પગલે પરિવારજનોના કરૂણ કલ્પાંતથી માહોલ ગમગીન બની ગયો હતો.
છેલ્લા શબ્દો ‘‘ પપ્પા ઘરે આવતા મોડું થાય તો િંચતા ન કરતા ’’
વલસાડના ખંડુજી ટેકરામાં રહેતા રાજેન્દ્રભાઈ ઉફેઁ રાજુભાઈ પટેલ પત્રકાર જગત સાથે વર્ષોથી સંકળાયેલા રહ્યા છે. તેમના એકના એક વ્હાલસોયા પુત્ર નિર્ભયે બપોરે ૧:૦૦ વાગ્યે મોબાઈલ ઉપર વાતચીત કરી હતી કે, પપ્પા આજે મે પ્રથમ વાર રકતદાન કયું છે. પરંતુ પેટમાં દુ:ખાવો અને સાધારણ ચક્કર આવે છે, પરંતુ તમે ફિકર ન કરતા મારી સાથે મારા મિત્રો છે. ઘરે આવતા મોડુ થાય તો િંચતા ન કરતા એમ કહી ફોન કટ કર્યો હતો. બપોરે ૧:૩૦ કલાકે નિર્ભયના આ છેલ્લા શબ્દો સાંભળ્યા બાદ બપોરે ૩:૩૦ કલાકે જુવાનજોધ પુત્રને મૃત હાલતમાં નહિાળતા પિતા રાજુભાઈએ પુત્ર નિદ્રાધીન હોય એમ તેને છાતી સરસો ચાપી લઈ કપાળે ચુંબન કરી વ્હાલ કર્યું હતું. બાદમાં આંખમાંથી અશ્રુધારા વહેતા ઉપસ્થિત સૌની આંખો ભીની થઈ ગઈ હતી.
ગરબે ઘૂમવાના અધૂરા અરમાને નિર્ભય ચાલી નીકળતા મિત્રોનું કલ્પાંત
નિર્ભય વલસાડમાં અને કોલેજના મિત્રોમાં પણ લાડકો હતો. નિર્ભયના મોતની જાણ મિત્રોને થતા તેઓેને જબરજસ્ત ધ્રાસ્કો પડયો હતો. એક મિત્ર તો નિર્ભયના મૃતદેહને વળગી વળગીને રડતો રહ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, આપણે આવાબાઈ હાઈસ્કૂલના મેદાનમાં રાત્રે ગરબા રમવા જવાનું નક્કી કયું હતું, ત્યારે તું કોલેજ ગયો જ કેમ હતો? હૈયાફાટ રૂદનની સાથે ઉપરોકત વાતો જણાવતા નિર્ભયના ગરબા રમવાના અરમાન અધૂરા રહેતા લોકોનું કાળજુ કંપી ઉઠયું હતું.
૧૮ વર્ષની નીચેના વિદ્યાર્થીઓ પાસે લોહી લેવાયું
લક્ષ્મી વિધ્યાપીઠમાં આયોજિત રકતદાન શિબિર પૂર્વે કોલેજના મેનેજમેન્ટ અને આયોજકો તેમજ રકતદાન કેન્દ્રે પણ જરૂરી તકેદારી રાખવી જરૂરી હતી. જે આ ઘટનામાં દેખીતી રીતે જણાઈ ન હતી. રકતદાન માટેના નિયમોનું પણ ખુલ્લેઆમ ઉલ્લંઘન કરાયું હતું. સામાન્ય રીતે ૧૮ વર્ષની ઉપરની વ્યકિત જ રકતદાન કરી શકે તેમ છે, પરંતુ શિબિરમાં ૧૮ વર્ષ પૂરા ન થયેલા અનેક વિદ્યાર્થીઓએ રકતદાન કર્યું હતું. જે પૈકી ૧૭ વિદ્યાર્થીઓને ચક્કર પણ આવ્યા હતા. દરમિયાન આ ઘટનામાં નિર્ભયની લથડેલી હાલત અંગે કોલેજ તેમજ રકતદાન કેન્દ્ર દ્વારા ગંભીરતા દાખવાઈ ન હોવાનું જણાઈ છે. પ્રિન્સીપાલ અને રકતદાન કેન્દ્રના સ્ટાફે માત્ર ગ્લુકોઝ ચઢાવીને સારવાર આપ્યાનો સંતોષ માન્યો હતો, જે બેદરકારી નિર્ભયના મોતમાં પરિણમી હતી.
આવી પ્રથમ ઘટના હોઈ શકે
^ રકતદાન કર્યા બાદ કેટલાક કિસ્સાઓમાં હિમોગ્લોબિનના કારણે સામાન્યપણે તુરંત જ ગભરાટ,હાઈપર ટેન્શન થવાની કે પ્રેશર ડાઉન થવાની શકયતા જણાય છે, પરંતુ આ પ્રકારનું રિએકશન તુરંત જ આવી શકે છે. બે-ત્રણ કલાક બાદ પેટમાં દુ:ખાવો અને ચક્કર આવવાની બાબત સમજી શકાય તેમ નથી. રકતદાન બાદ મોત થવાની આ પ્રથમ ઘટના હોય શકે એવું જણાય છે. જો કે આ બનાવમાં ફોરેન્સીક મેડિસીન વિભાગના તબીબો દ્વારા પીએમ થાય તો જ મોતનું ચોક્કસ કારણ જાણવા મળી શકે તેમ છે.
ડો.કલ્પેશ જોષી, લોટસ હોસ્પિટલ,વલસાડ
પ્રથમવાર રકતદાન કરતા જ મોત મળ્યું
લોકોની જિંદગી બચાવવા માટે જિંદગીમાં પ્રથમવાર હરખભેર રકતદાન કરનાર નિર્ભયને ક્યાં ખબર હતી કે પોતાના મોતના કારણ માટે રકતદાન નિમિત્ત બનશે. નિર્ભય રકતદાન કેન્દ્રની ગાડીમાં વલસાડ આવી રહ્યો હતો ત્યારે તેની સાથે અંદર માત્ર રકતદાન કેન્દ્રનો સ્ટાફ હતો. જ્યારે તબીબ અન્ય ગાડીમાં વલસાડ આવી રહ્યા હતા. જો તબીબ પણ આ જ ગાડીમાં નિર્ભય સાથે હોત તો જે તે સમયે નિર્ભયને તાત્કાલિક સારવાર મળી શકી હોત. જો કે હાલે તો આ તમામ બાબતો નિર્ભયના ફોરેન્સીક રિપોર્ટ બાદ જ માલુમ પડશે.
જવાબદારો શું કહે છે...
રકતદાતાના ફોર્મની ચકાસણી કરાશે
^ રકતદાન ૧૮ થી ૬૫ વર્ષ સુધીની વય ધરાવતી વ્યકિત કરી શકે છે. આ કેસમાં નિર્ભય ૧૭ વર્ષનો હોવાનું જાણવા મળે છે, ત્યારે રકતદાન કરતી વેળા ભરાયેલા ફોર્મની ચકાસણી કરાશે. જેમાં નિર્ભયની જન્મ તારીખની ખાતરી થશે.
યઝદી ઈટાલીયા, માનદ મંત્રી, રકતદાન કેન્દ્ર, વલસાડ.
અડધો કલાક આરામ કરાવ્યો હતો
^ નિર્ભયે રકતદાન કર્યા બાદ તેને પેટમાં દુ:ખાવો થયો હોવાની જાણ થઈ હતી. જેથી તેને ગ્લુકોઝ પીવડાવ્યું હતું. ત્યારબાદ તેણે આરામ કરવા માટે જણાવતા અડધો કલાક આરામ પણ કરાવ્યો હતો. બાદમાં સ્વસ્થ થતા મિત્રોને હસતા ચહેરે બાય બાય કહી રકતદાન કેન્દ્રની ગાડીમાં રવાના થયો હતો. શિબિરમાં ૨૦૬ બોટલ રકત એકત્ર થયું હતું.
ડો.સલીમ શા, આચાર્ય, લક્ષ્મી વિધ્યાપીઠ, સરીગામ.