• Gujarati News
  • અનાજ કૌભાંડમાં વધુ પાંચ પરવાનેદારોની સંડોવણી

અનાજ કૌભાંડમાં વધુ પાંચ પરવાનેદારોની સંડોવણી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલ્યાણપુર પંથકમાં ત્રણ માસ પૂર્વે એલસીબીએ દરોડો પાડી સસ્તા અનાજના કૌભાંડનો પદૉફાશ કર્યો હતો. આ કૌભાંડમાં સંડોવાયેલા કલ્યાણપુર તાલુકાભરના ૨૮ પરવાનેદારોની ધરપકડ કર્યા બાદ એક મહિલા સહિત વધુ પાંચ પરવાનેદારોના નામ ખુલવા પામ્યા છે. આ પ્રકરણમાં સમય અવધિને ધ્યાને રાખી એલસીબીએ ૩૩ પરવાનેદારો સહિતના આરોપીઓને સંડોવણી દર્શાવતું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કયું હતું.
જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ત્રણ માસ પૂર્વે એલસીબી પીઆઇ જી.એ.સરવૈયા સહિતના સ્ટાફે દરોડો પાડી સસ્તા અનાજના ઘઉંના ૩૦૦ કટા ભરેલા ટ્રક પકડી પાડયો હતો. તાલુકાભરની દુકાનોમાંથી ગરીબોના ભાગનું અનાજ ખરીદી સ્થાનિક ભાજપ પક્ષનો હોેદેદાર શૈલેષ કોટેચા દ્વારા આ જથ્થો કચ્છ તરફ રવાના કરવામાં આવી રહયો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે રાજકીય હોદેદાર સહિતના અડધો ડઝન શખ્સોની જે તે સમયે ધરપકડ કરી હતી.
દરમિયાન એલસીબીએ ઘનિષ્ઠ તપાસ હાથ ધરી આ પ્રકરણમાં સંડોવાયેલ કલ્યાણપુર તાલુકાના વિવિધ ગામડાઓમાં ફેલાયેલા સસ્તા અનાજની દુકાનના ૨૮ પરવાનેદારોને પકડી પાડી સ્થાનિક પોલીસને સુપ્રત કર્યા હતાં.
દરમિયાન ગરીબોના ભાગનો ઘઉંનો જથ્થો હરપિરના પરવાનેદાર શાન્તાબેન ગોકલદાસ કોટેચા, રાણના રામભાઇ જેસાભાઇ ગઢવી, રાવલના કાનજી પ્રાગજી સોની, સિદસરાના રેવતુભા નાનભા જાડેજા અને ખંભાિળયાના વિનોદ હરિદાસ રાયચૂરાએ પણ મુખ્ય સુત્રધારને વેચાતો આપ્યો હોવાનું સામે આવ્યું હતું. એલસીબીએ ફરાર રહેલા આ પાંચેય શખ્સોની શોધખોળ હાથ ધરી છે. બીજી તરફ આ પ્રકરણની સમયઅવધિ પૂર્ણ થતાં પોલીસે કૌભાંડમાં સંડોવાયેલા કુલ ૩૩ સરકારી પરવાનેદારો સહિતના શખ્સો સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કયું છે.