• Gujarati News
  • દૂધઇ વડવાળા મંદિરે લીલા નાિળયેર બાધાની પરંપરા

દૂધઇ વડવાળા મંદિરે લીલા નાિળયેર બાધાની પરંપરા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. મૂળી
મૂળી તાલુકાના દૂધઇ ગામે આવેલા વડવાળા મંદિરમાં વર્ષોથી લીલા નાિળયેરની બાધાઓ રાખવામાં આવે છે આજે કિળયુગમાં પણ નિ:સંતાન દંપતી પુત્ર પ્રાપિ્ત માટે બાધા રાખી ધન્યતા અનુભવે છે. આ બાળકને નાનપણથી દૂધઇ મંદિરમાં મૂકવામાં આવે છે અને ૨૦ વર્ષ પછી બાળક નક્કી કરે છે કે તેને સન્યાસ લેવો કે ગૃહસ્થાશ્રમ લેવો.
નિ:સંતાન દંપતીઓ બાળક પ્રાપિ્ત માટે હજારો રૂપિયા ખર્ચ કરે છે. જીવનમાં જો બાળક ન હોય તો જીવનને અધૂરૂ અને શ્રાપરૂપ માનવામાં આવે છે ત્યારે આજે કિળયુગમાં પણ ભગવાન અને ઇશ્ર્વર પર શ્રધ્ધા રાખી હજારો નિ:સંતાન દંપતીઓ મૂળી તાલુકાના દૂધઇ ગામે આવેલા વડવાળા મંદિરમાં લીલા નાિળયેરની બાધા રાખે છે. આ બાધામાં ઇશ્ર્વર પાસે બે પુત્ર જન્મશે તો એક બાળકને મંદિરમાં મૂકવામાં આવશે તેમ રખાય છે. જ્યારે ૨૦ વર્ષનો બાળક થાય ત્યારે તે નક્કી કરે છે કે સન્યાસ લઇ ભિકત કરવી કે ગૃહસ્થાશ્રમ લઇ જીવન વીતાવવું.
આ અંગે બાળકના માતા રાધાબેન રબારીએ જણાવ્યું કે, અમારે બાળક ન હોવાથી અમે ઠાકર પાસે બાધા રાખી હતી.તેથી અમારે બે પુત્ર જન્મતા એક બાળક અહીં રહે છે. આ અંગે મંદિરના મહંત રામબાલકદાસ બાપુએ જણાવ્યું કે, મંદિરમાં લીલા નાિળયેરની બાધા વર્ષોથી રાખવામાં આવે છે અને હાલમાં બાધામાં આવેલા અહીં ૨૨ જેટલા બાળકો સંસ્કારના સિંચન સાથે ઉચ્ચઅભ્યાસ પ્રાપ્ત કરી રહ્યાં છે.

મૂળીના દૂધઇ ગામે આવેલા વડવાળા મંદિરના મંહત બાળકો સાથે. તસવીર જયદેવ ગોસ્વામી