• Gujarati News
  • કાંઠા વિભાગ કોળી સમાજ દ્વારા વિવિધ સ્પધૉ યોજાઇ

કાંઠા વિભાગ કોળી સમાજ દ્વારા વિવિધ સ્પધૉ યોજાઇ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મરોલી કાંઠા વિભાગ કોળી સમાજ મહિલા સમિતિ દ્વારા રજતજયંતી વર્ષ નિમિત્તે વિવિધ સ્પધૉઓ જેવી કે આરતી શણગાર, સાડી પરિધાન, કેશગૂંફન, મહેંદી, વષૉગીત, લોકગીતનું આયોજન કેશવસ્મૃતિ સાંસ્કૃતિક ભવન, મરોલી બજાર ખાતે મરોલી કાંઠા વિભાગ કોળી સમાજના મહિલા સમિતિના પ્રમુખ જશવંતીબેન સુમનભાઈ પટેલ (નિમરાઇ)ના અધ્યક્ષ સ્થાને થયું હતું.
આ કાર્યક્રમમાં મરોલી કાંઠા વિભાગ કોળી સમાજ ટ્રસ્ટના હોદ્દેદારો અને મરોલી કાંઠા વિભાગમાં સમાવિષ્ટ ૨૮ ગામોની સ્પર્ધક બહેનો, વાલીઓ, યુવાનો અને આગેવનો ઉપસ્થિતિ રહ્યા હતા. આરતી શણગારમાં ૮૪ બહેનો, સાડી પરિધાનમાં ૪૩ બહેનો, મહેંદીમાં ૨૯ બહેનો, કેશગૂંફનમાં ૯ બહેનો, લોકગીત અને વષૉગીતમાં ૭૦ બહેનો એ ભાગ લીધો હતો.