૨૭ નશાબાજોની ધરપકડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી જિલ્લા પોલીસ વડા નિલેશ જાજડીયા દ્વારા શહેર-જિલ્લામાં ગણેશ વિસર્જન યાત્રા શાંતપિુર્ણ માહાૈલમાં સંપન્ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે વિસર્જનયાત્રામાં દારૂ પીને આવતા તત્વો સામે કડક હાથ પગલાંઓ લેવા ચીમકી ઉચ્ચારી હતી. જેના ભાગરૂપે જિલ્લામાં જુદી જુદી ટીમોએ ગણેશ વિસર્જનયાત્રા દરમિયાન તપાસ હાથ ધરતાં ૨૭ જેટલી વ્યકિતઓને નશો કરેલી હાલતમાં ઝડપી તેમની સામે પ્રોહિબશિન એકટ હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી છે. અને આ લખાય છે ત્યાં સુધી પોલીસ વિભાગની કામગીરી ચાલી રહી છે. પોલીસ વિભાગના સુત્રો મુજબ ગણેશ વિસર્જન શોભાયાત્રાને લઇને દારૂની હેરાફેરી રોકવા પણ પગલાંઓ લેવાયા હતા.