• Gujarati News
  • બીલીમોરામાં અખાડાનું આકર્ષણ

બીલીમોરામાં અખાડાનું આકર્ષણ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા ખાતે ગણપતિ વિસર્જનના દિવસે વહેલી સવારથી જ બીલીમોરાના બંદર ખાતે ગણેશજીની ૬૦૦ જેટલી નાની મોટી મૂતિgઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
બીલીમોરાના મોટા ગણપતિ તરીકે ખૂબજ પ્રખ્યાત દાદુ માસ્તરના ગણપતિની સાથે લેઝીમ અને અખાડાએ મોટું આકર્ષણ ઉભું કર્યું હતું. ઢોલ, નગારા, લેઝીમના તાલે અસલ અખાડા રમતા મહારાષ્ટ્રીયન ભાઈઓના કરતબ જોઈ સૌ દંગ રહી ગયા હતા. ગણપતિ વિસર્જન સ્થળ બંદર ઉપર પણ બીલીમોરા પાલિકા દ્વારા ખાસ મોટા ગણપતિની મૂતિgઓનું સહીસલામત વિસર્જન કરવા માટે ક્રેઇનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તે સાથે પાલિકા દ્વારા દસથી વધુ તરવૈયાઓ પણ સ્થળ પર તૈનાત રખાયા હતા.