• Gujarati News
  • ઉભરાટના દરિયામાં ૪૦૭ પ્રતિમાનું વિસર્જન

ઉભરાટના દરિયામાં ૪૦૭ પ્રતિમાનું વિસર્જન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીજીના વિસર્જનના અંતિમ દિવસે મરોલી પંથકમાં ગણેશ ભકતો તથા સુરત શહેર વિસ્તારના ભકતજનોએ મીંઢોળા નદીના ઓવારા કાંઠેથી તેમજ ઉંભરાટ દરિયાના કિનારાથી વિસર્જન વિધિ આટોપી હતી.
મીંઢોળા નદીના વાડા ગામના ઓવારા ઉપરથી પાંડેસરા, ઉધના, બમરોલી અને સચીન વિસ્તારના ગણેશ ભકતોએ ગણેશ વિસર્જન વિધિ કરી હતી. જ્યારે કેટલાક ગણેશભકતોએ ઉંભરાટના દરિયા કાંઠે પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું.
ઉંભરાટના દરિયા કાઠેથી દાંતીગામના મુખ્ય આયોજકો માજી સરપંચ નગીન પટેલ, બાબુ પટેલ, મુકેશ પટેલ વગેરેની આગેવાનીમા તમામ મૂતિgઓનું વિસર્જન કાર્ય પાર પાડવામાં આવ્યું હતું. જ્યારે મીંઢોળા નદીના ઓવારેથી લાજપોર ગામના માજી સરપંચ સુરેશ મોદીના આયોજન હેઠળ શ્રીજીને વિસર્જિત કરવામાં આવ્યા હતા. ઉંભરાટના દરિયા કાંઠેથી ૪૦૭ જેટલી નાની તેમજ ૧૫૭ મોટી અને મીંઢોળા નદી કાંઠેથી નાની ૯૦૦ અને મોટી ૪૬૦ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
સુરત-નવસારી માર્ગ ઉપર કલાકોના કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. આ સમયે પોલીસની ઓછી
હાજરીના કારણે ગણેશ ભકતો તેમજ આમજનતાએ ટ્રાફીકજામમાં પરસેવો પાડવો પડયો હતો.
ટ્રાફિક જામની સમસ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ તંત્ર દ્વારા જરૂરી બંદોબસ્gત ન હોવાને કારણે ગણેશભકતો સહિત અન્ય વાહનચાલકો ટ્રાફિકમાં કલાકો સુધી યાતનાઓ વેઠવી પડી હતી. સમગ્ર દિવસ દરમિયાન અંદાજે ૧૦થી વધુ ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં સારવાર લેનારા દર્દીઓ અને સગાસંબંધીઓએ યાતનાઓ ભોગવી હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું.