• Gujarati News
  • સરથાણામાં પી.પી. સવાણીના બસચાલકને ધમકી

સરથાણામાં પી.પી. સવાણીના બસચાલકને ધમકી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરથાણ જકાતનાકા નજીક નિર્મણ નગર સોસાયટી પાસે શુક્રવારના રોજ પી. પી. સવાણી બસના ચાલકને બસ ઊભી રાખવા ઢીકમુક્કીનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં મોટરસાઈકલ સવાર બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. કામરેજ તાલુકાના અબ્રામા ખાતે આવેલી પીપી સવાણીની સ્કૂલ બસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતાં ભાવેશભાઈ મનજીભાઈ મકવાણા (૪૦) (રહે. પૂણા ગામ, વલ્લભ નગર સોસાયટી ઘર નં ૫૫) શુક્રવારના રોજ સવારે ૧૧.૩૦ કલાકે સરથાણા જકાતનાકા પાસે નિર્મળ નગર પાસે મોટરસાઈકલ નંબર (જીજે-૫-૭૨૦૪) ચાલકને તમારી બસ કોઈએ સળગાવી દીધી છે. તેમ છતાં આજે કેમ બસ ચાલુ કરી દીધી. તેમ કહી ભાવેશભાઈને કોલર પકડી બસમાંથી ઉતારી માર મારી ધમકી આપી હતી. આથી શુક્રવારની મોડી રાત્રિએ બસના ચાલકે મોટરસાઈકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ આપી હતી.