• Gujarati News
  • કીમથી ૧૦.૪૯ લાખનો દારૂ ઝબ્બે

કીમથી ૧૦.૪૯ લાખનો દારૂ ઝબ્બે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત રેંજના ડીઆઈડી હસમુખ પટેલની આરઆરસેલની ટીમે બાતમીને આધારે શનિવારે ઓલપાડ તાલુકાના કીમ ખાતે સ્વામીનારાયણ મંદિરની સામે રોડ પરથી એક યાનની આડમાં ટ્રકમાં ભરીને લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. પોલીસે કુલ ૧૦૩૦૮ નંગ વિદેશી દારૂની બાટલી િંકમત ૧૦.૪૯ લાખ અને ટ્રક અને અન્ય મુદ્દામાલ મળી ૨૨.૮૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે પોલીસે એક બુટલેગર ટ્રક ચાલક અને કલીનર ની ધરપકડ કર હતી જ્યારે અન્ય ત્રણ આરોપીની વોન્ટેડ જાહેર કર્યા છે.
આ અંંગે પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુરત રેંજના ડીઆઈજી હસમુખ પટેલને બાતમી મળી હતી કે ઓલપાડના કીમ ખાતે રહેતા અનિલ નામના બુટલેગરે લિંબાયત સુરત ખાતે રહેતા તારસનાથ ભવાનીસિંગ પાસેથી મોટા પ્રમાણમાં ગણેશ ઉત્સવ નિમિત્તે વિદેશી દારૂ મંગાવ્યો છે. જે દારૂ લઈ તારસનાથ એક પેશન મોટરસાઈકલ (જીજે-પજીએલ-૧૧૧૮) લઈને આવી રહ્યો છે અને દારૂ ભરેલી ટ્રક તારસનાથની મોટરસાઈકલની પાછળ ચાલતી હતી.
આ બાતમીને આધારે આરઆરસેલના પીઆઈ બી. પી. ચૌધરી હેકો મહાદેવ કશિનરાવ પોકો. પુરેન્દ્રસિંગ, દેવશીg જર્યોજ વગેરેએ કીમ સ્વામીનારાયણ મંદિરની સામેથી તારસનાથને ઝડપી લીધા બાદ તેની પાછળ આવતી ટ્રક (એચઆર-પપએમ-૪૪પ૯)ને અટકાવી હતી. અટકાવીને તપાસ કરતાં પ્રથમ પોલીસને ટ્રકમાં યાર્નના કાટુર્ન નજરે પડયા હતાં. આથી ટ્રકમાં યાન હોવાનું જણાઈ આવ્યું હતું.
પોલીસે ઝીણવટ ભરી તપાસ કરતાં ટ્રકની અંંદર ઉપર યાર્નના કાટુર્ન વચ્ચે ૧૦૩૦૮ નંગ વિદેશી દારૂની બાટલી િંકમત રૂપિયા ૧૦,૪૯,૭૬૦ તેમજ ટ્રક િંકમત ૧૨ લાખ પેશન મોટરસાઈકલ િંકમત ૩પ૦૦૦ મળી કુલે ૨૨,૮૬,૨૬૦ રૂપિયાનો મુદ્દામાલ સાથે ટ્રકના ચાલક સંદીપ કુમરા રણજિત સિંગ ચૌધરી (રહે. હરિયાણા), કલીનર રિંકુરામ અવતાર (અલવણ રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.
હરિયાણાથી દારૂ મગાવાયો હતો
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે અનિલના કહેવાથી તારસનાથે કુલદીપસિંગ નામના હરિયાણાના દારૂના ઠેકેદાર પાસે વિદેશી દારૂ મંગાવ્યો હતો, અને કુલદીપના ડ્રાઈવર રાકેશનાઓએ ટ્રકમાં વિદેશી દારૂ ભરીને ટ્રક સંદીપકુમારને આપી હતી. જેથી પોલીસે આ ગુનામાં કુલદીપસિંગ, રાકેશ અને અનિલને વોન્ટેડ જાહેર કરી ઓલપાડ પોલીસ મથકમાં તેમના વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.