• Gujarati News
  • માંડવીમાં દગિમ્બર જૈન સમાજની શૌભાયાત્રા નીકળી

માંડવીમાં દગિમ્બર જૈન સમાજની શૌભાયાત્રા નીકળી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી નગરના દગિમ્બર જૈન સંપ્રદાયના ધર્મપ્રેમી લોકોએ પયુંષણ પર્વની ધામધૂમથી ઉજવણી કરી હતી. ત્યારબાદ આજરોજ તપસ્વીઓન વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આખા દિવસ દરમિયાન મિચ્છામી ડુક્કડમ કહીને સૌએ ક્ષમા યાચના કરી હતી.
માંડવી નગરના છેલ્લા ઘણા દિવસથી દગિમ્બર જૈન સંપ્રદાયના અગ્રણીઓની હાજરીમાં મહાપર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મહાપર્વ દરમિયાન અભિષેક, પૂજા, પ્રતક્રિમણ, આરતી, શાસ્ત્ર વાંચન વગેરે અનેક ધાર્મિક કાર્યક્રમોના આયોજન સાથે ભગવાન મહાવીરની યશોગાથાના ગુણગાન ગવાયા હતાં. આજે મહાપર્વના અંંતિમ દિવસોમાં તપસ્વી નીકિતાબહેન શાહ તથા નેહાબહેન શાહે દશ લક્ષણીવ્રતના દશ ઉપવાસ કર્યા હતાં.
તપસ્વીઓની શાભાયાત્રા ઉપરાંત પાલખી યાત્રા નગરમાં મુખ્ય માર્ગ પરથી પસાર થતા નગરજનોએ તપસ્વીઓની સાધનાને બિરદાવી હતી. તપસ્વીઓ અમર રહોના નારા આખા નગરના માર્ગો ગુંજી ઉઠ્યા હતાં.