• Gujarati News
  • ખાણીપીણીની જગ્યાએ નકૉગારની સ્થિતિ

ખાણીપીણીની જગ્યાએ નકૉગારની સ્થિતિ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . કઠલાલ
કઠલાલ નગરના હાર્દસમા વિસ્તારો તેમ જ ખાણીપીણી બજાર આસપાસ પણ તંત્રના વાંકે હાલ નકૉગારની સ્થિતિના પગલે નગરજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
કઠલાલ નગરના રહેણાંક વિસ્તારો તેમ જ મુખ્ય ચાર રસ્તા પર પાલિકા તંત્રના વાંકે હાલ ગંદકીનાં ગંજ ખડકાયેલા રહેવા પામ્યા છે. તેમાંય આજુબાજુના ગામોને જોડતા રોડ વિસ્તાર પર દિવસના સુમારે મુસાફરોની સંખ્યા પણ સારી એવી રહેતી હોય છે. તેથી સદર વિસ્તારોમાં ખાણીપીણીની હાટડીઓનો અડિઁગો જોવા મળતા હોય છે. પરંતુ લારીઓવાળા દ્વારા પણ આસપાસમાં જ કચરાનો નિકાલ કરતાં હોઈ સ્થાનિકોની હાલત કફોડી બનતી હોય છે. તેમાંય નકૉગારની સ્થિતિથી ચોતરફ દુર્ગંધનો માહોલ રહેતો હોઈ નજીકની સોસાયટી વિસ્તારના લોકોને મોં ઉપર રૂમાલ રાખી પસાર થવું પડે છે. જેના પગલે સ્વાસ્થ્ય જોખમાય છે.