• Gujarati News
  • કોલેજિયનના યુવક મહોત્સવમાં લોકનૃત્યએ ભારે રંગ જમાવ્યો

કોલેજિયનના યુવક મહોત્સવમાં લોકનૃત્યએ ભારે રંગ જમાવ્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . નડિયાદ
નડિયાદની જે.એન્ડ.જે કોલેજની બાજુમાં આવેલ એસેમ્બલી હોલમાં ગુજરાત યુનિવર્સિટી દક્ષિણ વિભાગ-૨નો યુવક મહોત્સવનો વિદ્યાર્થીઓએ પરંપરાગત પરિધાનમાં સુસજજ થઈને લોકનૃત્ય કયું હતું અને આ લોકનૃત્યએ સૌ કોઈ ઉપસ્થિત પ્રેક્ષકગણનું મન મોહી લીધુ હતું. આ ઉપરાંત આ યુવક મહોત્સવમાં ૨૫થી વધુ જુદા જુદા પ્રકારની સ્પધૉઓ રજુ કરી હતી.
આ અંગેની વધુ માહિતી આપતાં કો-ઓિર્ડનેટર પ્રોફેસર પ્úથાબેન સોનીએ જણાવ્યું હતું કે નડિયાદની જે.એન્ડ.જે કોલેજ ઓફસાયન્સના યજમાન પદે ગુજરાત યુનિવર્સિટી દક્ષિણ વિભાગ-૨નો યુવક મહોત્સવ નડિયાદમાં યોજાયો હતો. દરમિયાનમાં ગુરૂવારે બીજા દિવસે કોલેજ કેમ્પસમાં અનેરો માહોલ જોવા મળ્યો હતો. જુદી જુદી ૨૫ સ્પધૉઓ આ યુવક મહોત્સવ દરમિયાન યોજાઈ હતી અને આ સ્પધૉ દરમિયાન લોકનૃત્ય અને ફોકડાન્સ, શાસ્ત્રીય નૃત્ય તથા અન્ય વિવિધ પ્રવૃતિઓમાં સુસજજ થઈને વિદ્યાર્થીઓ કોલેજ કેમ્પસમાં ફરતા ભારે આકર્ષણ જામ્યુ હતું.
જ્યારે આ સ્પર્ધકોએ સ્ટેજ ઉપર પફોgમન્સ કરતાં સૌ પ્રેક્ષકોના મન મોહી લીધા હતા અને તાળીઓના ગડગડાટ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતું. અધ્યાપકોએ યુવા વિદ્યાર્થીઓની મહેનતને વખાણ્યું હતું.