• Gujarati News
  • ત્રણ દિવસમાં પાંચ બાળકો ગૂમ થયાં

ત્રણ દિવસમાં પાંચ બાળકો ગૂમ થયાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન કડોદરા તેમજ વરેલીમાંથી કુલ ૫ બાળકો ગૂમ થઈ ગયા છે.
પલસાણા તાલુકાના કડોદરા ખાતે આવેલ શાંતિ નગરમાં સરદારજીના બિલ્ડિંગમાં રહેતા કમલ કિશોર ભુનેશ્ર્વર પાંડેનો પૌત્ર શનિકુમાર મનોજ પાંડે તથા સરદારજીની બિલ્ડિંગની બાજુમાં આવેલ ભવાની કોમ્પલેકસમાં રહેતા વાલ્મીકી દુર્યોધનસિંગ (૧૫), સંજીત દીપલાલ (૧૯) ગત ૨૫મી સપ્ટેમ્બરના રોજ રાત્રિના ૯.૦૦ વાગ્યાના સુમારે ઘરમાં કોઈને કંઈ પણ કહ્યા વગર ગૂમ થઈ ગયા હતાં.ગૂમ થતા પહેલા શનિએ તેના ઘરમાંથી રોકડ રૂપિયા ૫૦૦૦ તેમજ આ ત્રણ મિત્રો ભેગા મળી શાંતિ નગરમાં સ્થાપવામાં આવેલ ગણેશજીના મંડપની દાનપેટીમાંથી પરચુરણ રૂપિયા લઈ જતા રહ્યાં છે.
બીજી ઘટનામાં પલસાણા તાલુકાના વરેલી ગામે આવેલી તુલસીધામ સોસાયટીમાં રહેતા રવિકાંત સોનાસિંગ રાજપૂતનો પુત્ર અને કિરણ રવિકાંત રાજપૂત (૧૨) અને તેમનો મિત્ર સચીન ઉફેઁ જયદીપ રમેશ પટેલ (૧૪)નાઓ ગત ૨૬મી સપ્ટેમ્બરના રોજ સાંજે ૬.૦૦ વાગ્યાના સુમારે ઘરમાંથી તેની માતા જયાબહેનના પાકીટમાંથી રોકડ રૂપિયા ૫૦૦૦ લઈ કંઈ પણ કહ્યા વગર જતા રહ્યાં હતાં. આ અંગે કડોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.