• Gujarati News
  • બે માથાભારે પર ચપ્પુથી હુમલો, તોડફોડ

બે માથાભારે પર ચપ્પુથી હુમલો, તોડફોડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પલસાણા તાલુકાના અંત્રોલી ગામે ભૂરી ફિળયા ખાતે રહેતા દેશી દારૂના લિસ્ટેડ બુટલેગર અને અન્ય એક હત્યાના આરોપી એવા યુવાને ગતરોજ મોડી સાંજે વરેલી ગામે પટેલ નગરમાં એક પરપ્રાંતીય યુવાનને મોબાઈલ ચોરીના વહેમ રાખી માર માર્યો હતો. આ ઘટના બાદ શનિવારે ફરી પટેલ નગર ખાતે ગણપતિ ઉત્સવના નામે રૂપિયા માગવા ગયેલા ભૂરી ફિળયા યુવન ઉપર પરપ્રાંતીય યુવાને ચપ્પુથી હુમલો કર્યા બાદ આ અસમાજિક તત્વોના ત્રાસથી કંટાળેલા પટેલ નગર વિસ્તારમાં રહેતા ૩૦૦ જેટલા પરપ્રાંતીય ઉશ્કેરાઇ જઈ ભૂરી ફિળયામાં રહેતા આ વાંસફોડા પરિવારના ઘરમાં જઈ તોડ ફોડ કરી ત્રણ મોટરસાઈકલ એક મોપેડ એક રિક્ષાને નુકસાન પહોંચાડયું હતું. આ ઘટનાથી વાતાવરણ તંગ બનતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં
લીધી હતી.
પલસાણા તાલુકાના અંત્રોલી ગામે ભૂરી ફિળયામાં રહેતા ઈશ્ર્વર રમેશ વાંસફોડીયા દેશી દારૂનો ધંધો કરે છે. ઉપરાંત સંજય તારાસિંગ વાંસફોડીયા તે હાલ હત્યાના ગુનામાંથી જેલમાંથી હમણા બહાર આવ્યો છે. બંને ભૂરી ફિળયામાં તેમજ વરેલી વિસ્તારમાં આવેલ પરપ્રાંતીય વિસ્તારમાં દાદાગીરી કરી પરપ્રાંતીય યુવાનો પાસે રૂપિયા પણ વસૂલી લે છે.
શુક્રવારના રોજ વરેલી ઐશ્ર્વયૉ મિલની ગલીમાં પટેલ નગર ખાતે એક મોબાઈલ ચોરી થઈ હતી. જેથી ઈશ્ર્વર તેમજ સંજયે આ મોબાઈલ પટેલ નગર ખાતે રહેતા મૂળ યુપીના હરપિ્રસાદ પ્રહલાદ રોહીદાસ નામના યુવાને ચોર્યો હોવાનો વહેમ રાખી તેને માર માર્યો હતો. ત્યારબાદ શનિવારે ફરી સંજય અને ઈશ્ર્વર પટેલ નગર ખાતે પહોંચી ગયા હતા અને તેમના ફિળયામાં સ્થાપેલા ગણપતિના નામે ૧૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી. આ બાબતે પટેલ નગરના રહીશ હરીપ્રસાદે ફરી રકઝક કરતાં સંજય અને ઈશ્ર્વરે હરીપ્રસાદને ઢોર માર માર્યો હતો.
ત્યારબાદ હરપિ્રસાદે ઉશ્કેરાઈ જઈ સંજય અને ઈશ્ર્વર ઉપર ચપ્પુથી હુમલો કર્યો હતો. ઈશ્ર્વરના પીઠના ભાગે જ્યારે સંજયના પેટના ભાગે ચપ્પુથી હુમલો કરતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન આ બંને વાંસફોડિયાના ત્રાસથી ત્રાસેલા અન્ય પરપ્રાંતીય યુવાનો પણ ઉશ્કેરાઈ જઈ તેમણે સ્થળ ઉપર સંજય અને ઈશ્ર્વરનું મોટરસાઈકલ બજાજ ડસ્કિવર (જીજે-૫એફએફ-૧૦૬૫)ની તોડફોડ કરી હતી, જ્યારે એક પલસર (જીજે-૫એચજી-૩૯૬૨) સળગાવી દીધું હતું. આ ઉપરાંત અન્ય એક પેશન પ્લસ મોટરસાઈકલ નંબર (જીજે-૧૯આર-૫૩૨૯)માં નુકસાન પહોંચાડÛંુ હતું.
આ ઘટનાની જાણ થતાં જ કડોદરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અને તમણે તાત્કાલિક હરપિ્રસાદને ચપ્પુ સાથે રંગે હાથે ઝડપી લીધો હતો. ઉપરાંત પોલીસ આરોપીને લઈને પોલીસ સ્ટેશન તરફ રવાના થઈ હતી. બીજી તરફ આ બંનેના ત્રાસથી કંટાળેલા પટેલ નગરના ૩૦૦થી વધુ પરપ્રાંતીયો યુવાનો ઉશ્કેરાઈ ગયા હતાં અને લાકડી ફટકા લઈને સીધા અંત્રોલી ગામે ભૂરી ફિળયા ખાતે પહોંચ્યા હતાં. જયાં ઈશ્ર્વરના ઘરમાં તેમજ આજુબાજુના ઘરોમાં તોડફોડ મચાવી હતી. ટીવી તેમજ અન્ય સામગ્રીનું નુકસાન કરી ઘરના પતરા ફોડી નાંખ્યા હતાં. આ જગ્યાએ એક રિક્ષા નં (જીજે-૫એવાય-૩૩૫૪) તેમજ એક સ્કુટી(જીજે-૧૦કયુ-૩૧૬૫)માં તોડફોડ કરી હતી.આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુલ, એલસીબી પોલીસ સ્ટાફ ડીવાયએસપી સી. એચ. બરંડાનાઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. અને હળવો લાઠીચાર્જ કરતાં ટોળ વેરવખિેર થયું હતું. અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. બનાવ અંગે કડોદરા પોલીસ સ્ટેશનમાં ત્રણ અલગ અલગ ફરિયાદ નોંધી આગળની તપાસ કડોદરા પીએસઆઈ ઝેડ. એન. ઘાસુરાએ હાથ ધરી છે.
બંને પરપ્રાંતિયોને લૂંટી લેતા પણ ખચકાતા ન હતા
ઈશ્ર્વર વાંસફોડા કે સંજય વાંસફોડા ભૂરી ફિળયામાં રહેતા આ તત્વોનો ત્રાસ એટલો બધો વધારે છે કે પરપ્રાંતીયને લૂંટી લેતા પણ ખચકાતા નથી. પટેલ નગર વિસ્તારમાં દેશી દારૂનો ધંધો ઉપરાંત આ ટપોરીઓની દાદગીરી ખુબ જ વધુ હતી. સામાન્ય બાબતોમાં માર મારી પરપ્રાંતીય પાસે પૈસા ઉઘરાવી લેવાના અનેક બનાવોથી પરપ્રાંતીયોમાં તેમની સામે ભારે રોષ હતો. શનિવારે ગણેશ વિસર્જન નિમિત્તે રજા હોય મોટે બાગેના પરપ્રાંતીયો રૂમ પર હાજર હતાં અને ઘટના બનતાં તમામ ટોળાઓએ ઈશ્ર્વર અને સંજયના ઘરને નશિાન બનાવ્યા હતા.
૩૦૦થી વધુને ડિટેઇન કર્યા..?
રાયોટિંગ અને મારામારી તેમજ સ્ટેબિંગની ઘટના બાદ કડોદરા પોલીસે પોલીસ સ્ટેશનમાં ત્રણ અલગ અલગ ગૂના નોંધ્યા હતાં ત્યારબાદ સ્થળ ઉપર પહોંચી સુરત જિલ્લા એલસીબી તેમજ અન્ય પોલીસે ભેગા મળી પટેલ નગર વિસ્તારમાંથી ૩૦૦ જેટલા પરપ્રાંતીયોને ડીટેન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
વરેલી બીટના બંને પોલીસ કર્મીની બદલી
રાયોટિંગના ગુના બાદ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુલે વરેલી બીટના જમાદાર અનિલ તુલસીરામ તથા પોકો રમેશની તાત્કાલિક અસરથી સુરત હેડકવાર્ટર ખાતે ફરજનો હુકમ
કર્યો હતો.