• Gujarati News
  • જગતમાં સૌથી જોખમી હિઁસક પશુ નહીં પણ માનવભવ છે

જગતમાં સૌથી જોખમી હિઁસક પશુ નહીં પણ માનવભવ છે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મનુષ્ય જન્મ ખરાબ કામ કરવા માટે નથી પણ જન્મોજનમથી જે ખોટું કરતા આવ્યા છીએ તેને સુધારી લેવા માટે છે. મુનિ રાજરક્ષિતવજિયજી મહારાજે તપોવન નવસારીમાં કહ્યું કે, વિશ્વના સંતો-મહંતો-અરહિંત ભગવંતોએ માનવભવની પ્રાપિ્ત દુલર્ભ બતાવી છે. જગતની સર્વચીજો મળવી સુલભ છે પણ માનવભવ મળવો મુશ્કેલ છે.
નારી સ્વાતંત્રયતાના બણગા ફૂંકનારા લોકો હવે તો સોનોગ્રાફીના જમાનામાં પેટમાં દીકરી આવ્યાની ખબર પડતાની સાથે જ તેની કતલ કરી નાંખવામાં આવે છે. કેવો કલિયુગ!! નર બનીને આવે તો જ એન્ટ્રી મળે, માદા બનીને આવે તો ગર્ભમાં જ ઉડાવી દેવાય છે. જન્મ પહેલા ગર્ભમાં મારવામાં આવે તો ઈનામ(!!) અને જન્મ પછી મારવામાં આવે તો સજા(?) આ ક્યાંનો ન્યાય? માનવભવમાં એન્ટ્રી મળવી એ આજના કાળે તો ઘણું મુશ્કેલ બની ગયું છે. આવા ગોઝારા કાળમાં આપણા સૌનો મહાપુણ્યોદય કહેવાય કે, માનવભવની પ્રાપિ્ત થઈ ગઈ છે. આ માનવભવને સારી રીતે જીવતા આવડી જાય તો અનંતા જન્મ મરણનું પૂર્ણવિરામ થઈ જાય. પશુ-પશુ તરીકે જન્મે છે, જીવે છે અને મરણ પામે છે. જ્યારે માણસ માણસ તરીકે જન્મીને હેવાન તરીકે જીવીને શેતાન તરીકે મટી શકે છે અથવા માણસ તરીકે જન્મી સજજન તરીકે જીવન જીવીને ભગવાન બની નિવૉણ પામી શકે છે.
પશુ માટે કોર્ટ કચેરી છે? આખલાએ દારૂ પીધો કે ગઘેડાએ ચોરી કરી એવી વાત ક્યાંય સાંભળવા મળી છે ખરી? દુનિયામાં સૌથી વધુ જોખમી હિઁસક-જંગલી પ્રાણી નહીં પરંતુ સ્વાર્થી માનવજાત છે. જો માનવ પોતાની બુિદ્ધનો સત્સંગ દ્વારા નિર્મળ કરે તો વિશ્વમાં શાંતિ-સમાધિ-પ્રસન્નતા વ્યાપી જાય.