• Gujarati News
  • ઉંભરાટમાં ૬ ઈઈરહ કેમેરા ગોઠવાયા

ઉંભરાટમાં ૬ ઈઈરહ કેમેરા ગોઠવાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણેશ વિસર્જનના આગોતરા આયોજનમાં જિલ્લા સમાહર્તા તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકની અપાયેલી સૂચના અનુસાર જિલ્લાના મામલતદાર તેમજ માર્ગ મકાન ખાતુ, વનસંરક્ષણ વિભાગના અધિકારીઓની રાહબરી હેઠળ જિલ્લા ટ્રાફિક પોલીસના પીએસઆઈએ સીસી ટીવી કેમેરા સાથે બીચ ઉપર જરૂરી સુવિધાઓના સથવારે ગણેશ વિસર્જનની પ્રક્રિયાઓ પાર પાડવા માટે જહેમત ઉઠાવી હતી.
શાંતભિયૉ માહોલમાં ગણેશ વિસર્જનની કાર્યવાહી પાર પડે તે માટે આગોતરૂ આયોજન કરાયું હતું. મીંઢોળા નદી ઉપરના વાડા ગામના નદી કાંઠેથી સુરત વિસ્તારના ગણપતિઓનું વિસર્જન કરવા અર્થે લાજપોર ગામના માજી સરપંચ સુરેશભાઈ મોદીએ વાડા ગામના તરવૈયાઓના સથવારે મૂતિg વિસર્જન કરવા આયોજન કર્યું છે.
તેમજ ઉંભરાટ બીચ ઉપર સુરત વિસ્તારની મોટી પ્રતિમાનું વિસર્જન કાર્ય કરવા પધારતા હોય તેઓની સેવામાં દાંતી ગામના ૭૦થી વધુ તરવૈયાઓ વિસર્જન કાર્યમાં
ફરજ બજાવશે.
ઉંભરાટ ખાતેના દરિયો અતિ જોખમી હોય દર વર્ષે આ દરિયામાં જીવલેણ બનાવો બનતા હોવાથી હાલમાં જિલ્લા સમાહર્તા તેમજ પોલીસ વડાએ જડબેસલાક આયોજન કરીને ૬ સીસી કેમેરા ગોઠવી જરૂરી લાઇટની વ્યવસ્થા અને તરવૈયાઓની પણ ગોઠવણ કરી છે.