• Gujarati News
  • ગણેશ વિસર્જન માટે ગણદેવી નગર સજજ

ગણેશ વિસર્જન માટે ગણદેવી નગર સજજ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણેશ વિસર્જન હોય એ માટે ગણેશ સ્થાપકો, મંડળો, ગણદેવી નગરપાલિકા, ગણેશ સમિતિ, પોલીસ તંત્ર અને આમજનતા કાર્યરત છે. દસ દિવસના સંગાથ બાદ ગણેશજી આવતા વર્ષે પુન: પધારશે એવી લાગણી સાથે ગણેશ વિસર્જનની આખરી તૈયારીઓમાં લાગી ગયા છે.
ગણદેવીમાં વિસર્જન યાત્રામાં જરૂરી ધજા-પટાકા, ઢોલનગારા, વાજિંત્રો, ઘોડાગાડી, અબીલગુલાલથી માંડી અનેક સામગ્રી એકઠી કરવા શેરીએ શેરીએ યુવકો વ્યસ્ત છે. ગણદેવી બંધારા ઓવારે અને વડાતળાવમાં પાણી પુરતું હોવાથી ગણદેવી નગરપાલિકાના તંત્રએ રાહતનો દમ લીધો છે.
ગણપતી વિસર્જનના બંને સ્થળોએ તરવૈયાઓ, લાઇટ અને ગણેશ પ્રતિમાને પાણીમાં વિસર્જન કરવાની આખરી તૈયારી થઈ ગઈ હોવાનું ગણદેવી પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિ અધ્યક્ષે જણાવ્યું છે.
ગણેશ સમિતિ અને શાંતિસમિતિ વિસર્જન સમયસર અને શાંતપિૂર્ણ રીતે થાય, કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે સક્રિય છે. ગણદેવી પોલીસને વધારાના ૫૦ ગૃહ રક્ષક દળના જવાનો, પોલીસો, એસઆરપી, ઉપરાંત ૪૦ સ્થાનિક હોમગાર્ડ અને સ્થાનિક પોલીસના ૪૦ જવાનો આ વિસર્જન જુલુસમાં તહેનાત કરાયા હોવાનું પીએસઆઈ એલ.જી.ગામીતે જણાવ્યું છે.આ પોલીસ હોમગાર્ડ શુક્રવારે સાંજે ગણદેવી નગરમાં માર્ચ કરી હતી.