• Gujarati News
  • રામબાગમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ

રામબાગમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
& બારડોલી નગરમાં પણ છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યાં છે. ગુરુવારની રાત્રિ દરમિયાન તસ્કરોએ બારડોલી નગરના રામબાગ વિસ્તારમાં મધરાત્રે ૨.૦૦થી ૨.૩૦ વાગ્યાના અરસામાં હસમુખભાઈ વડોલીવાળાના ઘરની બારી તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બારી તોડવાનો અવાજ થતાં હસુભાઈ જાગી ગયા હતાં. અને તેમણે બૂમ પાડતાં જ તસ્કરોએ દરવાજો બહારથી બંધ કરી ભાગી છુટયા હતાં. તે દરમિયાન હશુભાઈએ ધાબાઉપર પહોંચી જઈ બૂમાબૂમ કરતાં આજુબાજુના રહીશો તેમજ ગણેશ મંડપમાં સૂતેલા યુવાનો દોડી આવ્યા હતાં અને બારણું ખોલી હસુભાઈ તથા તેના સભ્યોને બહાર કાઢયા હતાં. આ દરમિયાન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ કોઈ પણ પ્રકારની ફરિયાદ નોધાઈ નથી. સ્થાનિક રહીશના જણાવ્યા અનુસાર ચોરી કરવા આવેલા તસ્કરો ટાબડીયા જેવા હતાં. અગાઉ પણ બારડોલી પોલીસે પકડેલી ટોળકીએ ચાર જેટલા બાળ ગૂનેગારો હતાં