• Gujarati News
  • ગણેશ વિસર્જન યાત્રા શાંતપિૂર્વક પાર પાડવા ચર્ચા

ગણેશ વિસર્જન યાત્રા શાંતપિૂર્વક પાર પાડવા ચર્ચા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા આઠ દિવસથી વાંસદા નગરમાં ગણેશોત્સવ ધામધુમથી ઉજવાય રહ્યો છે. વિસર્જનયાત્રા ૨૯મી સપ્ટેમ્બર શનિવારના રોજ હોય શાંતપિૂર્વક સંપન્ન થાય તે માટે વાંસદા મામલતદાર કે.એમ. ઠાકોર, પીએસઆઈ વી.એન. બહિોલા તથા પ્રો. પીએસઆઈ સુરજસિંગ વસાવાની ઉપસ્થિતિમાં નગરના વિવિધ ગણેશ મંડળોના પ્રમુખો તથા અગ્રણીઓ સાથે એક મિટિંગનું આયોજન થયું હતું. ભિકતમય માહોલમાં રંગેચંગે શ્રીજીનુ વિસર્જન સંપન્ન થાય તે માટે વિસ્તૃત ચર્ચા કરી મંડળોના પણ મંતવ્ય લેવાયા હતા. અધિકારીઓએ ઉત્સવનો આનંદ જળવાયેલો રહે પરંતુ કોઈનું પણ માનભંગ ન થાય તે રીતે વિસર્જનયાત્રા કાઢવા જણાવ્યું હતું. પીએસઆઈ વસાવાએ લોકો પર ગુલાલ કે પાણીના ફુગ્ગા ન ફેંકવા તથા ડીજે ધીમા વગાડવા, ધાર્મિક લાગણી ન દુભાય તે રીતે ગીતો વગાડવા
જણાવ્યું હતું.