• Gujarati News
  • ફશિરીઝ કૌભાંડના વિરોધમાં ધરણાં

ફશિરીઝ કૌભાંડના વિરોધમાં ધરણાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકારના મંત્રી પુરુષોત્તમ સોલંકીએ આચરેલા ૪૦૦ કરોડના મત્સ્ય કૌભાંડના વિરોધમાં ગુરૂવારે નવસારી જિલ્લા કોંગ્રેસે નવસારીમાં ધરણાં કર્યા હતા.
રાજ્ય સરકારના મંત્રી પુરુષોત્તમ સોલંકી સામે ૪૦૦ કરોડ રૂપિયાના ફશિરીઝ કૌભાંડ આચરવાનો આક્ષેપ થયો છે. આ આક્ષેપ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટે સોલંકી સામે કેસ દાખલ કરવાની પરવાનગી પણ આપી દીધી છે. સોલંકી મંત્રીપદના હોદ્દા પરથી રાજીનામુ આપે તેવી માગ સાથે ગુરૂવારે નવસારી જિલ્લા કોંગ્રેસના ઉપક્રમે નવસારીમાં જિલ્લા સેવાસદનના પટાંગણમાં બપોરે ૨થી ૪ વાગ્યા દરમિયાન ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો.
ધરણાના કાર્યક્રમને અંતે જિલ્લા પ્રમુખ ગોવિંદભાઈ પટેલે કોંગ્રેસીઓને સંબોધન કર્યું હતું. કાર્યક્રમ બાદ કોંગ્રેસીઓએ કલેકટરની ગેરહાજરીમાં ડેપ્યુટી કલેકટર ગામીત (ચૂંટણી)ને એક આવેદનપત્ર પણ આપ્યું હતું. આવેદનપત્રમાં સોલંકી સામે પગલાં લેવાની માગ ઉપરાંત થાનગઢમાં દલિતો ઉપર કરાયેલા અત્યાચાર સંદર્ભે સંબંધિતો સામે પગલાં લેવાની માગ પણ કરી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે નવસારીમાં યોજાયેલા ધરણાંના કાર્યક્રમમાં આગામી વિધાનસભાની ચૂંટણીના મહત્તમ દાવેદારો હાજર રહ્યા હતા. અગાઉ પાંચ વર્ષમાં ભાગ્યે જ જોવા મળેલા કેટલાક કોંગ્રેસના દાવેદારો પણ ચૂંટણી નજીક આવતા કોંગ્રેસના જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા હતા.