• Gujarati News
  • ચોરીનું લેપટોપ ખરીદનાર બે ઝડપાયા

ચોરીનું લેપટોપ ખરીદનાર બે ઝડપાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા ઓરિયામોરિયામાં રહેતા જીતેન્દ્ર પટેલને ત્યાં રેડ કરી તેને ત્યાંથી લેપટોપ મળતા તેનું બીલ માંગતા બીલ નહીં મળતા ચોરીનું લેપટોપ કિંમત રૂ. ૨૦ હજાર કબજે લઈ એની પૂછપરછ કરતા એણે કહ્યું કે અમલસાડ ગંઘોર ખાતે રહેતા રાજેશ પટેલ પાસેથી લીધું હોવાનું કબૂલ્યું હતું. રાજેશ પટેલની ધરપકડ કરી તેને પૂછતા તેણે યુપીવાસી રાહુલ ભૈયા પાસે લીધુ હોવાનું જણાવ્યું હતું. રાહુલ ભૈયાએ કમશિનની લાલચ આપી રાજેશ પટેલને ચોરીનું લેપટોપ વેચી દીધુ હતું. પોલીસે રૂ. ૨૦ હજારના લેપટોપ સાથે જીતેન્દ્ર પટેલ તથા રાજેશ પટેલની ધરપકડ કરી છે.