• Gujarati News
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ભૂમપિૂજન

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ભૂમપિૂજન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદા જિલ્લાના કેવડિયા નજીક આવેલી સાધુ ટેકરી ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની ૧૮૨ મીટર ઉંચી પ્રતિમા ( સ્ટેચ્યુ ઓફ યુનિટી )નું નિમૉણ કરવાનું આયોજન છે ત્યારે બીજી ઓકટોબરે ગાંધીજયંતિના દિવસે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે તેનું ભૂમપિૂજન કરવામાં આવે તેવી શકયતા છે.
વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થવામાં ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે રાજ્ય સરકાર ઝડપથી ભૂમપિૂજન વિધિ કરવા માંગતી હોવાથી તંત્રને કામે લગાડી દેવામાં આવ્યું છે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહયાં છે ત્યારે ભાજપ અને કોંગ્રેસે પ્રચાર અને પ્રસારને વેગવંતો બનાવી દીધો છે.
રાજ્યમાં એક કરોડથી વધારે નવા યુવા મતદારો ઉમેરાયા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યભરમાં સ્વામી વિવેકાનંદયાત્રાના માધ્યમથી યુવાનોને આકિષeત કરી રહયાં
છે. આ યાત્રા અંંતર્ગત મુખ્યમંત્રી નર્મદા જિલ્લામાં આવે તેવી શકયતાઓ વધી છે. કેવડિયા કોલોની ખાતે નર્મદા ડેમની નજીકમાં આવેલી સાધુ ટેકરી ખાતે ૨૦૦૦
કરોડ રૂપિયાના ખર્ચે સરદાર વલ્લભભાઇ પટેલની ૧૮૨ મીટર ઉંચી પ્રતિમા ( સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિમૉણ કરવાની યોજના છે
ત્યારે બીજી ઓકટોબરે ગાંધી જયંતિના દિવસે મુખ્યમંત્રીના
હસ્તે પ્રતિમાની ભૂમપિૂજન વિધિ તેમજ ગરૂડેશ્ર્વર ખાતે ૩૦૦ કરોડના ખર્ચે આકાર લેનાર વિયર કમ
કોઝવેનું પણ ભૂમપિૂજન કરે તેવી સંભાવના છે.
મુખ્યમંત્રી કાયૉલયમાંથી
આ બાબતે આદેશો છુટી ગયાં હોવાને કારણે સ્થાનિક વહિવટીતંત્ર અને
ડેમ સત્તાવાળાઓ તડામાર તૈયારીઓમાં લાગી ગયાં છે. જો કે આ બાબતે ઉચ્ચ સરકારી અધિકારીઓ હજી મગનું નામ મરી પાડવા તૈયાર થતાં નથી.