• Gujarati News
  • ચોરીનું સોનું રાજકોટથી રિકવર

ચોરીનું સોનું રાજકોટથી રિકવર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારામાં ગત ૨૪ ઓગસ્ટના રોજ એક મહિલાને ઘરમાં કોઈ મોટી ઘાત છે જેને વિધિ કરાવી પડશે એમ કહી બે અજાણી ઠગો વાતોમાં ભોળવી ૧,૨૫,૩૦૦ની ઠગાઈ કરી ફરાર થઈ ગઈ હતી. આ મહિલાઓને ટ્રાન્સફર વોરંટથી વ્યારા ખાતે લાવ્યા હતાં. જેને રિમાન્ડ દરમિયાન સોનામાં દાગીનાની માહિતી આપતાં વ્યારા પોલીસે રાજકોટ ખાતે જઈ સોનીને ત્યાંથી ૭ તોલા સોનું રિકવર કર્યું હતું.
આ અંગે પ્રાપ્ત વગિત મુજબ વ્યારા નગર ખાતે આવેલ ઉમીયા સોમિલ ખાતે રહેતા મુકેશભાઈ ગંગાદાસ પટેલ તથા તેની પત્ની તુલસીબહેન સાથે રહે છે. ગત ૨૪મી ઓગસ્ટના રોજ તુલસીબહેન ઘરમાં એકલા હતાં. દરમિયાન બે ઠગ મહિલા સોનાબહેન કાનાભાઈ રાઠોડ તથા વિલાસબહેન ઉફેઁ ઉલાસબહેન પુનાભાઈ રાઠોડ (બંને. રહે રાજકોટ, હાલ સોનગઢ) તુલસીબહેનને વાતમાં તમારા ઘરમાં મોટી આફત (ઘાત) હોવાની જેથી સોના ચાંદીના દાગીના કિંમત ૧,૨૫,૦૦૦ લઈ ફરાર થઈ હતી.
આ બંને ઠગ મહિલાને ધૂલિયા પોલીસ દ્વારા ઝડપી પાડી હતી અને વ્યારા પોલીસે ટ્રન્સફર વોરંથી કબજો મેળવી તપાસ કરી હતી. બંને મહિલાઓ રાજકોટ ખાતે ઓમ જવેલર્સના માલિક રાજેશ ઉફેઁ રાજુ રમેશભાઈને સોનું વેચ્યું હોવાનું જણાવ્યું હતું.
આ કબૂલાતના આધારે વ્યારા પોલીસ દ્વારા ટીમ બનાવી રાજકોટ ખાતે રવાના થઈ હતી અને સોનીને ત્યાંથી સોનાની ૭ તોલાની સોનાની લણી બનાવી દેતા પોલીસે તેને કબજે કરી હતી. હાલમાં વ્યારા પોલીસ બંને મહિલા ઠગની આકરી પૂછપરછ કરી રહી છે.