• Gujarati News
  • કુટુંબ ઘરબહાર બેઠું ને ૨.૩ લાખની ચોરી

કુટુંબ ઘરબહાર બેઠું ને ૨.૩ લાખની ચોરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરથાણ જકાતનાકા નજીક સુરત- કામરેજ રોડ પર આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં મંગળવારના રોજ પરિવાર ઘરની બહાર બેઠા રહ્યાં ને તસ્કરો ધાબાના દાદર વડે ઘરમાં ઘુસી ગયાં હતા. ત્યારબાદ તસ્કરોએ બેડરૂમમાં મૂકેલો કબાટ તોડી તેમાંથી સોનાના ઘરેણા તથા ૭૦૦૦ રોકડા મળી કુલે ૨.૨૮ લાખની ચોરી કરી નાસી છુટયા હતાં.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સરથાણા જકાતનાકા નજીક સુરત- કામરેજ રોડ ઉપર લક્ષ્મીનગર સોસાયટી આવેલી છે. ઘર નં ૩૬માં દેવચંદભાઈ નારણભાઈ ધોરાજીયા (મૂળ. હાથીગડ, મોટા લીલાયા, અમરેલી) હીરાદલાલી કરે છે. ઘરમાં પત્ની ચંપાબહેન, પુત્ર વિકાસ તથા પુત્રવધુ કાજલબહેન સાથે રહે છે. મંગળવારના રોજ દેવચંદભાઈ બપોરે ૧૨.૦૦ કલાકે હિરાદલાલી માટે ગયા હતાં. ત્યારબાદ તેમને સાંજે ૪.૧૫ કલાકે ઘરમાં ચોરી થયા અંગે તેના પુત્ર વિકાસે પિતાને ફોન કરી જણાવ્યું હતું.
આ અંગે ઘરે આવીને જોતા બેડરૂમના કબાટનો સામાન વેરવખિેર કરી કબાટ ખુલ્લો હતો. ચંપાબહેને કબાટમાં મુકેલા રોકડા ૭૦૦૦ રૂપિયા, સોનાની ચેઈન કિંમત ૪૦૦૦૦, સોનાની પાંચ વીટી ૬૦,૦૦૦, બુટ્ટી કિંમત ૨૦,૦૦૦ અને સામેના ઘરમાં રહેતા હંસાબેહનનું ૬ તોલાનું મંગળસૂત્ર ૧,૦૦,૦૦૦ નાકમાં પહેરવાની જડ ૫૦૦ રૂપિયા, ચાંદીના સિક્કા ૬ કિંમત ૬૦૦ મળી કુલે ૨,૨૮,૧૦૦ની ચોરી થઈ હતી.
આ ચોરી અંગે કામરેજ પોલીસને જાણ કરતાં પીઆઈ સી.એન. હુãા સ્ટાફ સાથે દોડી ગયા હતાં. પૂછપરછમાં દરમિયાન પરિવારે જણાવ્યું કે પરિવાર સાંજે સ્વાધ્યાય પરિવારની કાર્યક્રમ કરતાં રહ્યાં અને અજાણ્યા તસ્કરો ઘરના ધાબા ઉપરથી દાદર વડે ઉતરીને ઘરમાં મૂકેલા ઘરેણા સહિત રોકડાની ચોરી કરી નાસી
છુટયા હતાં. આ અંગે કામરેજ પોલીસે ચોરી અંગેનો ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.
ફરિયાદ જ ખોટી હોવાનું અનુમાન
સરથાણા પાસે આવેલી લક્ષ્મી નગર સોસાયટીમાં ઘર નં ૩૮માં થેયલી ચોરીની ફરિયાદ જ પ્રાથમિક તબક્કે ખોટી લાગી રહી છે. કારણ કે ઘરની બહાર પરિવાર બેઠો હોય અને તસ્કરો ધાબા ઉપરથી ઘરમાં પ્રવેશે છે અને કબાટ તોડી ઘરેણા તથા રોકડા રૂપિયા લઈ દાદર પરથી ફરી નાસી જાય એ વાત પણ પોલીસને ગળે ઉતરે તેમ ન હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. બેડરૂમની બાજુના પાછળ લોખંડની ગ્રીલ વાળો દરવાજો તે પણ તસ્કરોએ તોડÛો નથી, ત્યારે આ ફરિયાદ ખોટી હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે.
પુત્ર વિકાસ ઘરમાં જ હતો
મંગળવારના રોજ સરથાણા લક્ષ્મી નગર સોસાયટીમાં જ્યારે સાંજના ૪.૧૫ કલાકે ઘરમાંથી ચોરી થઈ હતી, ત્યારે પુત્ર વિકાસ ઘરમાં જ હાજર રહી પોતાનું લેપટોપ કારીગર પાસે રપિેર કરવાની રહ્યો હતો. ચોરી થયાની થોડી ક્ષણો પહેલા જ વિકાસની પત્ની કાજલબહેન ચા બનાવી પતિ તથા લેપટોપ રપિેરિંગના કારીગરને પીવડાવી હતી.