• Gujarati News
  • રોટરી કલબ દ્વારા ગડત ખાતે રકતદાન શિબિરનું આયોજન

રોટરી કલબ દ્વારા ગડત ખાતે રકતદાન શિબિરનું આયોજન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોટરી કલબ ગણદેવીના કાર્યક્ષેત્રની રોટરી કમ્યુનિટી કોપ્સ, આર.સી.સી. ગડત, તા.ગણદેવીના ઉપક્રમે આ વર્ષે પુણેgશ્ર્વર મહાદેવ મંદિરમાં ગણેશજીની સ્થાપના કરી હતી. પાંચ દિવસના આ ધાર્મિક ઉત્સવમાં બાળકો માટે રમતગમત વગેરેની હરફિાઈ ઉપરાંત રેડક્રોસ સોસાયટી નવસારી તથા સ્વ.દીપકભાઈ ધીરૂભાઈ નાયક પરિવાર ગડતના સહયોગથી તા.૨૨-૯-૧૨ના રોજ સાંજે ૪.૦૦થી ૭.૦૦ દરમિયાન રકતદાન શિબિર રાખી આ ઉત્સવમાં આરોગ્ય અને માનવતાના પ્રેરક અભિગમનું પ્રદાન કર્યું હતું.
આ સમારંભના પ્રારંભે આર.સી.સી. ગડતના યુવાન કિંજલ નાયકે સમગ્ર કાર્યક્રમની માહિતી આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ગણદેવી તાલુકાના ધારાસભ્ય લક્ષ્મણભાઈ પટેલે સ્વ.દીપકભાઈને શ્રદ્ધાંજલી આપી કલબ તથા તેમના પરિવારને આ પવિત્ર કાર્ય માટે બિરદાવ્યા હતા. નાથુભાઈ નાયકે આ કાર્યને દીપકભાઈને ઉત્તમ શ્રદ્ધાંજલિ જણાવી હતી. આ પ્રસંગે કુલ ૩૭ બોટલ રકત એકત્ર થયું હતું. આર.સી.સી. ગડતે છેલ્લા ૨૧ માસની કામગીરી દરમિયાન અંદાજે દોઢ લાખથી વધુ રકમ નાના છતાં મૂલ્યવાન કામોમાં વાપરી સુંદર લોકચાહના મેળવી છે.