• Gujarati News
  • વરસાદથી ડાંગરને નવજીવન

વરસાદથી ડાંગરને નવજીવન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મરોલી કાંઠા વિસ્તારના ધરતીપુત્રો માત્ર ચોમાસાના ડાંગરની ખેતી કરી જીવન નિવૉહ કરતા આવ્યા છે. ચોમાસાની શરૂઆતમાં નાંખેલા ડાંગરના ધરૂને જરૂરી પાણી સરળતાથી ન મળતા ધરૂ પોષણયુકત ન રહેતા ફરીથી માવજત કરી ધરૂને ઉછેરી લઈ ડાંગરની રોપણી કરી હતી. વરસાદથી ડાંગરના પાકને નવો જોમ મળેલો જોવા મળે છે.
કડોલીના સનત દેસાઈ તથા વજિયસિંહ વાંટાવાલા તેમજ માંગરોળના પૂનમ પટેલ જણાવે છે કે, આપણા વિસ્તારમાં ખાસ કરીને મસુરી ડાંગરનો પાક મહત્તમ ખેડૂતો કરે છે. ડાંગર મિલના માલિક કમલેશભાઈ શાહના જણાવ્યા મુજબ હાલમાં મોંઘવારી પણ વધી જતા ખેડૂતોને ડાંગરનો ભાવ પણ પોષણયુકત મળી શકશે.