• Gujarati News
  • મરોલી પંથકમાં વિસર્જનની તૈયારી

મરોલી પંથકમાં વિસર્જનની તૈયારી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણેશ વિસર્જન આગામી શનિવારે થનાર છે. તે માટેનું આગોતરૂ આયોજન મીંઢોળા નદી કાંઠે વાડા ગામના બ્રજિ નજીક નવો ઓવારો બનાવવા માટે સેવાભાવી મંડળો દ્વારા કરાયું છે. આ જગ્યા ઉપરથી વાડા ગામના સોથી વધુ જેટલા તરવૈયાઓ તેમજ સચીન પોલીસ અને નવસારી રૂરલ પોલીસનો કાફલો પણ તૈનાત રહેશે. જ્યારે કેટલાક ગણેશ મંડળો ઉંભરાટના દરિયા કિનારે મૂતિgઓના વિસર્જન માટે જતા હોય છે. ઉંભરાટના દરિયા કિનારે દાંતી ગામના ૭૦થી વધુ તરવૈયાઓ મૂતિg વિસર્જન કાર્ય પાર પાડશે. ઉંભરાટ ખાતેનો દરિયો ખતરનાક હોવાથી ગણેશ મંડળોએ શ્રીજીની પ્રતિમા કિનારા ઉપરથી જ તરવૈયાઓને સોંપી દેવાની રહેશે.